Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Khambhalia તાલુકાના ભાડથર ગામે જમીનના ભાગ બાબતે પિતરાઈ દ્વારા ધારિયાના ઘા ઝીંકી યુવાનની હત્યા

    November 25, 2026

    તંત્રી લેખ…ટીકા આંધળા વિરોધનો પર્યાય બની ગઈ છે

    November 25, 2026

    ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત

    November 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Khambhalia તાલુકાના ભાડથર ગામે જમીનના ભાગ બાબતે પિતરાઈ દ્વારા ધારિયાના ઘા ઝીંકી યુવાનની હત્યા
    • તંત્રી લેખ…ટીકા આંધળા વિરોધનો પર્યાય બની ગઈ છે
    • ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત
    • Rajkotમાં સ્પાના નામે સગીરાને ફસાવવાનો પ્રયાસ, બાઈકચાલકે જાહેરમાં છેડતી કરી
    • Junagadhમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ
    • આદિવાસી બાદ એસસી સમુદાયને રીઝવવા ભાજપના પ્રયાસઃઆજે Samvidhan Gaurav Yatraનું એલાન
    • Nalsarovarમાં પક્ષી શિકારનો પર્દાફાશઃ ૨૯ વિદેશી પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો; ખરીદનાર બે શખ્સોની પણ ધરપકડ
    • Patidar સમાજમાં ત્રીજા બાળક તરીકે દીકરી જન્મશે તો ૫૧ હજારનું ઈનામઃ હિંમતનગરમાં યોજાયેલા સમુહ લગ્નમાં જાહેરાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં સ્પાના નામે સગીરાને ફસાવવાનો પ્રયાસ, બાઈકચાલકે જાહેરમાં છેડતી કરી
    રાજકોટ

    Rajkotમાં સ્પાના નામે સગીરાને ફસાવવાનો પ્રયાસ, બાઈકચાલકે જાહેરમાં છેડતી કરી

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૫

    રાજકોટમાં સગીરાઓની સુરક્ષાને લઈને ચિંતા વધારતી ઘટના સામે આવી છે. શહેરમાં નંબર પ્લેટ વગરના બાઈક પર આવેલા એક શખસે વાતચીત કરવાના બહાને સગીરાને રોકી હતી. ત્યારબાદ પોતાની ઓળખ ગ્રીનલેન્ડ ચોકડી પાસે સ્પા સેન્ટર ચલાવતા વ્યક્તિ તરીકે આપીને તેને નોકરીની લાલચ આપી હતી. આ દરમિયાન આરોપીએ સગીરા સાથે છેડતી કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપીની હરકતો કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

    મળતી માહિતી મુજબ, આરોપીએ સૌપ્રથમ સગીરાની ઉંમર પૂછી હતી. ત્યારબાદ તેણે જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે તેનું સ્પા સેન્ટર છે. ત્યાં સગીરાની ઉંમરનાં છોકરા-છોકરીઓ કામ કરે છે અને વિવિધ એક્ટિવિટીમાં જોડાય છે તેમ કહી તેને પણ નોકરી પર જોડાવાની લાલચ આપી હતી. આ વાતચીત દરમિયાન આરોપીએ સગીરા સાથે અયોગ્ય વર્તન અને છેડતી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ઘટનામાં નંબર પ્લેટ વગરના બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

    ઘટનાની જાણ થતાં જ સગીરાના પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે પોક્સો  સહિતની સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે, પરિવારના જણાવ્યા પ્રમાણે ઘટનાને આશરે ૨૦ દિવસ વીતી ગયા હોવા છતાં આરોપી પોલીસની પકડથી દૂર છે. આટલો સમય પસાર થવા છતાં આરોપી નહીં ઝડપાતાં પરિવારની ચિંતા વધી છે.

    સગીરાના પિતાએ આ ઘટનાને ગંભીર ગણાવી આરોપીને તાત્કાલિક પકડી પાડવાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે નાની દીકરીઓને સ્પામાં નોકરીની લાલચ આપીને ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા છે. એક પિતા અને જાગૃત નાગરિક તરીકે આવા તત્વો સામે કાર્યવાહી થવી જરૂરી છે.

    તેમણે રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જવાબદાર તંત્રને અપીલ કરી છે કે આરોપીને ઝડપથી પકડી તેની પૂછપરછ કરવામાં આવે અને સ્પાના નામે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કે રેકેટ ચાલતું હોય તો તેનો પણ પર્દાફાશ કરવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.

    આ ઘટનાએ રાજકોટમાં પોલીસ પેટ્રોલિંગ અને જાહેર સ્થળોએ મહિલાઓ તથા સગીરાઓની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ તપાસમાં આરોપી ક્યારે ઝડપાય છે અને સ્પા સેન્ટર અંગેની પરિવારની આશંકા અંગે શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadhમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ
    Next Article ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત

    November 25, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ

    November 25, 2026
    જૂનાગઢ

    Gir Somnathમાં જમવાનું લેવા જવા મુદ્દે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી

    November 24, 2026
    સૌરાષ્ટ્ર

    Rajkot મનપાની ઘોર બેદરકારીએ લીધો વધુ એક નિર્દોષનો ભોગઃઆઇસીયુમાં ૨ મહિનાની સારવાર બાદ મહિલાનું મોત

    November 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે

    November 21, 2026
    સૌરાષ્ટ્ર

    Somnath માં કાર્તિકી પૂર્ણિમા મેળાનો શુભારંભ : સહેલાણી માટે વિશેષ આકર્ષણો

    November 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹103,427
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹94,739
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹115,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 20:29
    Categories
    Latest News

    Khambhalia તાલુકાના ભાડથર ગામે જમીનના ભાગ બાબતે પિતરાઈ દ્વારા ધારિયાના ઘા ઝીંકી યુવાનની હત્યા

    November 25, 2026

    તંત્રી લેખ…ટીકા આંધળા વિરોધનો પર્યાય બની ગઈ છે

    November 25, 2026

    ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત

    November 25, 2026

    Junagadhમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ

    November 25, 2026

    આદિવાસી બાદ એસસી સમુદાયને રીઝવવા ભાજપના પ્રયાસઃઆજે Samvidhan Gaurav Yatraનું એલાન

    November 25, 2026

    Nalsarovarમાં પક્ષી શિકારનો પર્દાફાશઃ ૨૯ વિદેશી પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો; ખરીદનાર બે શખ્સોની પણ ધરપકડ

    November 25, 2026
    Search
    Main News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Khambhalia તાલુકાના ભાડથર ગામે જમીનના ભાગ બાબતે પિતરાઈ દ્વારા ધારિયાના ઘા ઝીંકી યુવાનની હત્યા

    November 25, 2026

    તંત્રી લેખ…ટીકા આંધળા વિરોધનો પર્યાય બની ગઈ છે

    November 25, 2026

    ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત

    November 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.