(મહેશ રાવલ દ્વારા)
Surendranagar તા.૨૯
સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બ્રહ્મકુમારી સર્કલ નજીકથી તીનપત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને ગંજીપાનાં સહિત કુલ રૂ. ૬૯,૨૫૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના તથા / નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા તેમજ પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંતર્ગત સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એચ. જાડેજાએ અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને ગુનાખોરી સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
દરમિયાન સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બ્રહ્મકુમારી સર્કલ પાસે પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કનૈયાલાલ કાટોડીયા તથા વિષ્ણુભાઈ જયંતીભાઈ પારા ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ પર અલ્ટ્રાવિઝન સ્કૂલ પાસે ઘનશ્યામનગર મેલડી માતાના મંદિર નજીક જાહેરમાં કેટલાક લોકો ગંજીપાનાં વડે પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે.
ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા સાત ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. ૧૮,૭૫૦, છ મોબાઇલ ફોન કિંમત રૂ. ૫૦,૫૦૦ તથા ૫૨ ગંજીપાનાં મળી કુલ રૂ. ૬૯,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓઃત્રીભોવનદાસ કાનદાસ ડાંગર, રહે. ૮૦ ફૂટ રોડ, નાયરા પેટ્રોલ પંપની સામે, ઘનશ્યામનગર, સુરેન્દ્રનગર,પ્રવીણભાઈ નાનજીભાઈ તુવાર, રહે. ૮૦ ફૂટ રોડ, નાયરા પેટ્રોલ પંપની સામે, ઘનશ્યામનગર, સુરેન્દ્રનગર,કિશનભાઈ અશ્વિનભાઈ ઉર્ફે ઈશ્વરભાઈ મકવાણા, રહે. રામકુટીર પાછળ, ચંદ્રનગર, સોની બ્યુટી પાર્લરવાળી ગલી સામે, સુરેન્દ્રનગર,અર્જુનસિંહ જશુભા રાણા, રહે. ૮૦ ફૂટ રોડ, નાયરા પેટ્રોલ પંપની સામે, ઘનશ્યામનગર, સુરેન્દ્રનગર,ગણપતભાઈ તળશીભાઈ મકવાણા, રહે. ૮૦ ફૂટ રોડ, નાયરા પેટ્રોલ પંપની સામે, ઘનશ્યામનગર, સુરેન્દ્રનગર,દશાંતભાઈ અશ્વિનભાઈ મકવાણા, રહે. ૮૦ ફૂટ રોડ, નાયરા પેટ્રોલ પંપની સામે, ઘનશ્યામનગર, સુરેન્દ્રનગર,મનીષભાઈ વિજયભાઈ સોલંકી, રહે. ૮૦ ફૂટ રોડ, નાયરા પેટ્રોલ પંપની સામે, ઘનશ્યામનગર, સુરેન્દ્રનગર,
કબજે કરાયેલ મુદ્દામાલઃરોકડા રૂપિયા ૧૮,૭૫૦,મોબાઇલ ફોન ૬, કિંમત રૂ. ૫૦,૫૦૦,ગંજીપાનાં ૫૨,કુલ મુદ્દામાલ રૂ. ૬૯,૨૫૦ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એચ. જાડેજા, એએસઆઈ નિરદીપસિંહ નવલસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કનૈયાલાલ કાટોડીયા, વિષ્ણુભાઈ જયંતીભાઈ પારા, વીરેન્દ્રસિંહ નટુભા ઝાલા, શક્તિભાઈ પ્રભુભાઈ ગોયલ તથા રણજીતસિંહ જી. ચૌહાણ જોડાયા હતા.

