યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી : પરિવારનો લાડલો છીનવાઈ જતા કલ્પાંત
Rajkot,તા.29
શહેરના મનહરપુર 1 ખીજડાવાળા રોડ પર રહેતા 18 વર્ષીય યુવકે રક્ષા બંધનના પ્રવિત્ર દીવસે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક 108 ની ટીમને જાણ કરતા તબીબે તેને ઘટના સ્થળ પર જ યુવકને મૃત જાહેર કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોરી ગયો હતો અને મૃતદેહ અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે આપઘાત ના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને યુવાનો નાની-નાની બાબતે અમૂલ્ય જીવનને મોતના ખપ્પરમાં હોમી રહ્યા છે ત્યારે મનહરપુર એક ખીજડાવાળા રોડ પર ઉમિયાઢાળ પાસે રહેતા જયેશ રાજુભાઈ ચાવડા ઉંમર વર્ષ 18 વર્ષીય યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે હતો ત્યારે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક 108 ની ટીમને દોડી ગઈ હતી અને તબીબે ઘટના સ્થળે પર યુવકને મૃત જાહેર કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોરી ગયો હતો અને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો રક્ષા બંધન પ્રવિત્ર દીવસે પરિવાર યુવકના મોત થી પરિવારમાં હૈયાફાટ રુદન ના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે અને વધુ તપાસ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન વી ચાવડા ચલાવી રહ્યા છે

