Meerut, તા.15
અત્રે રામભદ્રાચાર્યની રામકથા ચાલી રહી છે. તેમણે સમાજ અને સંસ્કૃતિ પર જોરદાર સંબોધન કરી જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. જયારે દુનિયાના અન્ય ધર્મોમાં મહિલાને બેબી કે બીબી કહે છે, જયારે હિન્દુ ધર્મમાં મહિલાને દેવી કહેવામાં આવે છે.
આજે જરૂર છે કે દીકરા મહારાણા પ્રતાપ અને શિવાજી જેવા આદર્શો પાસેથી પ્રેરણા લે અને દીકરીઓને રાણી લક્ષ્મીબાઈના સંસ્કાર મળે. જો દરેક પરિવાર તેમના બાળકોને સંસ્કારી બનાવે તો સમાજની તસ્વીર આપોઆપ બદલાઈ જાય.
રામભદ્રાચાર્યે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાઓને જો લોકો ખરા અર્થમાં વાંચી લે, સમજી લે તો કોઈ પ્રકારનો વિવાદ જ ઉભો ન થાય. રામભદ્રાચાર્યે ઈસ્લામ ધર્મ પરંપરાની ટિકા કરી કહ્યું હતું કે જેટલી દુર્ગતી મહિલાની ઈસ્લામ પરંપરામાં થઈ છે તેવી બીજે કયાંય નથી જોવા મળતી.
રામભદ્રાચાર્યે કહ્યું હતું કે, બાળકોને સરસ્વતી વિદ્યાલયોમાં મોકલો, તેમને કોન્વેન્ટ કે મદરેસામાં ન મોકલો. ભારતીય વેદિક સંસ્કૃતિમાં જ સમાજની ભલાઈ અને વિશ્વનુ કલ્યાણ છુપાયેલું છે.