Prayagraj,તા.08
નોઇડાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મેધા રૂપમને એક લોની વિદ્યાર્થિનીની એનએસએ હેઠળ અટકાયતનો આદેશ આપવો ભારે પડી ગયો છે. Allahabad High Courtએ ન માત્ર ડીએમનો આદેશ રદ કર્યો સાથે સાથે ડીએમ સહિતના અધિકારીઓ પાસેથી રૂપિયા પાંચ લાખ વસુલીને વિદ્યાર્થિનીને વળતર આપવા પણ કહ્યું છે. સાથે જ Allahabad High Courtએ કહ્યું હતું કે અધિકારીઓ જનતાના સેવક છે, જનતા લોકશાહીમાં માલિક છે.
નોઇડામાં મજૂરોના આંદોલનમાં ભાગ લેવા બદલ વિદ્યાર્થિની આકૃતિની ધરપકડ કરી એનએસએ લગાવાયો હતો
એપ્રીલ મહિનામાં નોઇડાના વર્કર્સ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી, જે મામલે દિલ્હી યુનિવર્સિટીની ૨૫ વર્ષીય વિદ્યાર્થિની આકૃતિ ચૌધરીની ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરીને તેની સામે નેશનલ સિક્યોરિટી એક્ટ એનએસએ લગાવી દેવાયો હતો. સાથે જ એક પત્રકાર સત્યમ વર્માની સામે પણ આ જ કાયદા હેઠળ આકરી કલમો લગાવાઇ હતી. વેતન વધારવાના આ આંદોલનમાં અન્ય કેટલાક એક્ટિવિસ્ટ્સની પણ ધરપકડ કરાઇ હતી.
લોની વિદ્યાર્થિની અને એક્ટિવિસ્ટ આકૃતિ ચોધરી સામે એનએસએ હેઠળ કાર્યવાહીનો આદેશ ગૌતમબુદ્ધા નગરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મેધા રૂપમે આપ્યો હતો. Allahabad High Courtએ પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, પોલીસ રિપોર્ટમાં માત્ર આરોપો છે, આરોપોને સમર્થન કરતી કોઇ જ સામગ્રી નથી. એવુ લાગી રહ્યું છે કે મજૂરો માટે અવાજ ઉઠાવનારાઓનો અવાજ દબાવવા એક ઉદાહરણ પુરુ પાડવા ડીએમ દ્વારા આ આદેશ અપાયો છે.
Allahabad High Courtએ નોંધ્યું હતું કે ગેરકાયદે અટકાયતના આદેશ આપીને ડીએમએ વિદ્યાર્થિનીને બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળના જે મૂળભૂત અધિકારો મળ્યા છે તેનું ઉલ્લંઘન કર્યું છે. અધિકારીઓ અને પોલીસે યાદ રાખવું જોઇએ કે તેમની વફાદારી બંધારણ પ્રત્યે છે, કોઇ રાજકારણી પ્રત્યે નહીં. અધિકારીઓ સેવકો છે, કે જેઓ જનતાની સેવા કરે છે. જનતા લોકશાહીમાં માસ્ટર છે. જો બ્યૂરોક્રેટ્સ અને પોલીસ અધિકારીઓ પોતાની શપથની વિરુદ્ધમાં કામ કરવા લાગશે તો જનતાની નજરમાં તેઓ બ્રિટિશ શાસકો જેવા દમનકારી બની જશે. આ પ્રકારના અધિકારીઓ યુપીને શોષણખોર રાજ્ય બનાવી નાખશે. જે પણ અધિકારીઓ, ડીએમ આ ગેરકાયદે ધરપકડ પાછળ જવાબદાર છે તેમના પગારમાંથી પાંચ લાખ રૂપિયા કાપીને વિદ્યાર્થિનીને વળતર આપવામાં આવે.

