New Delhi તા, 3
બાંગ્લાદેશે આ મહિને જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પોતાની 15 સભ્યોની પુરુષ T20 ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. હેમસ્ટ્રિંગની ઇજામાંથી સંપૂર્ણપણે સાજા થયા બાદ વિકેટકીપર-બેટ્સમેન લિટન દાસ ટીમની કમાન સંભાળતાં જોવા મળશે.
ઇજાના કારણે લિટન ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની T20 સીરીઝમાં રમી શક્યાં ન હતાં, પરંતુ હવે તેઓ પુનરાગમન કરીને ટીમનું નેતૃત્વ કરવા તૈયાર છે.
આ ટીમમાં નજમુલ હુસૈન શાંતો અને ફાસ્ટ બોલર હસન મહમૂદની ઝ20 ક્રિકેટમાં વાપસી થઈ છે. શાંતો મે 2025 પછી પ્રથમ વખત નાના ફોર્મેટમાં પાછા ફર્યા છે, જોકે તાજેતરમાં તેમણે ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશને ઐતિહાસિક ટેસ્ટમાં જીત અપાવી હતી અને IPL માં પણ સારું પ્રદર્શન કર્યું હતું. આ સિવાય ફાસ્ટ બોલર હસન મહમૂદ પણ રાષ્ટ્રીય ઝ20 ટીમમાં પાછા ફર્યા છે, જ્યારે નુરુલ હસન અને અબ્દુલ ગફાર સકલૈનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યાં છે.
એશિયન ગેમ્સ 2026માં બાંગ્લાદેશની ટીમ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને યજમાન જાપાન સાથે સીધી ક્વોર્ટર ફાઇનલથી પોતાનાં અભિયાનની શરૂઆત કરશે. બાંગ્લાદેશી ટીમ 28 સપ્ટેમ્બરે ક્વોર્ટર ફાઇનલમાં ગ્રુપ-બી ની વિજેતા ટીમ સામે મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે એશિયન ગેમ્સની ગત આવૃત્તિમાં બાંગ્લાદેશે બ્રોન્ઝ મેડલ પોતાનાં નામે કર્યો હતો.
બાંગ્લાદેશી ટીમ ઃ લિટન દાસ (કેપ્ટન), તંજીદ હસન, પરવેઝ હુસૈન ઇમોન, સૈફ હસન, નજમુલ હુસૈન શાંતો, તૌહીદ હૃદોય, મોસાદેક હુસૈન, યાસિર અલી, રિશાદ હુસૈન, મહેદી હસન, નસુમ અહમદ, મોહમ્મદ સૈફુદ્દીન, શોરીફુલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહમાન, હસન મહમૂદ.

