London, તા. 8
પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનને આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનારા ક્રિકેટ વિશ્વ કપ માટે ઇંગ્લેન્ડની વાઇટ બોલ ટીમના સ્પેશિયાલિસ્ટ મેન્ટોર બનાવવામાં આવ્યાં છે. પીટરસન આ મહિનાના અંતમાં શ્રીલંકા સામેની ઝ20 અને વનડે સીરીઝમાં મુખ્ય કોચ બે્રન્ડન મેકકુલમ સાથે જોડાશે. કોચિંગ સ્ટાફમાં માર્કસ ટ્રેસ્કોથિક, ટિમ સાઉધી, જીતન પટેલ અને સારા ટેલર પણ છે.
કેપી આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના વાઇટ બોલ પ્રવાસ પર પણ ટીમ સાથે હશે. ત્યારબાદ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની ઘરેલું સીરીઝ અને વિશ્વ કપમાં પણ ટીમ સાથે રહેશે.
પીટરસને કહ્યું, મને ગર્વ છે કે મને વિશ્વ કપમાં ટીમની મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. 2014 પછી પહેલીવાર ઇંગ્લેન્ડની જર્સી ફરીથી પહેરવી મારા માટે ગર્વની ક્ષણ હશે.

