Rajkot તા.૧૦ઃ
શહેર પોલીસ કમિશનરે બુટલેગર સામે પાસાનું શસ્ત્ર ઉગામી આમીન ઉર્ફે મુન્નો કાસમ ખીરાની અટકાયત કરી પીસીબી એ અમદાવાદ જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિ ને ડામી દેવા અને દારૂ સહિતની બદી ડામી દેવા પોલીસ દ્વારા કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે પીસીબી શાખા દ્વારા ભગવતી પરા મેન રોડ મોમાઈ સોસાયટી વિનાયક ફ્લેટ ની બાજુમાં રહેતો આમિર ઉર્ફે મુનો કાસમ ખીરા નામના બુટલેગરનો ઇતિહાસ ચકાસતા તેની સામે ક્રાઈમ બ્રાન્ચ આજીડેમ બી ડિવિઝન ભક્તિનગર રાજકોટ તાલુકા ગોંડલ સીટી અને મોરબી તાલુકા મળી ૧૦ પોલીસ મથકના ચોપડે દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાથી તેની કરવામાં આવેલી પાસા ની દરખાસ્તને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર જા દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવતા જે વોરંટની પીસીબી શાખા દ્વારા બજવણી કરી આમીન ઉર્ફે મુનો કાસમ ખીરાની અટકાયત કરી અમદાવાદની જેલમાં ધકેલવામાં આવ્યો છે.પી.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કામગીરી બજાવવામાં આવી હતી

