આર.એમ. ટ્રેડિંગ પેઢીના સંચાલક પાસેથી ગોધરાની શ્રીજી આલુ ભંડાર પેઢીના માલિકે રૂ. 22 લાખનો માલ મંગાવ્યો : રૂ. 6.40 લાખ ચૂકવી દુકાનને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી જઈ ઠગાઈ આચરી
Jetpur
જેતપુરના કણકીયા પ્લોટમાં આવેલી આર.એમ. ટ્રેડિંગ પેઢીના માલિક પાસેથી ગોધરાની શ્રીજી આલુ ભંડાર પેઢીના સંચાલકે રૂ. 15.61 લાખની છેયરપિંડી આચરી હતી. રૂ. 22 લાખનો માલ મંગાવી ફક્ત રૂ. 6.40 લાખ ચૂકવી અન્ય નાણાંનું બુચ મારી દેતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે જેતપુરમાં ધોરાજી રોડ પર પાવર હાઉસની બાજુમાં રહેતાં કલ્પેશભાઈ મહેશભાઈ ભાગવાણી (ઉ.વ.૩૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોધરામાં આવેલ શ્રીજી આલુ ભંડાર પેઢીના માલીક રાહુલ નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને જેતપુર, કણકીયા પ્લોટમાં આર.એમ. ટ્રેડીંગ નામની ડુંગળીની પેઢી આવેલ છે. ત્યાં તેઓ બેસી લસણ ડુંગરીનો વેપાર કરે છે.
ગઇ તા.૧૮ ના તેઓના જાણીતા ડ્રાઇવર જેન્તીભાઇ એક વેપારીની ડુંગળીની ગાડી ભરી ગોધરા ખાતે ખાલી કરવા ગયેલ, ત્યારે તેનો ફોન આવેલ કે, હું ગોધરા શ્રીજી આલુ ભંડાર પર ડુંગરીની ગાડી ખાલી કરવા આવેલ છું અને અહીંયા ડુંગળીના વેપારી રાહુલભાઇને ડુંગરી લેવાની છે, તો તમે તેની સાથે વાત કરો તેમ કહેતા ફરીયાદીએ રાહુલભાઈ સાથે ફોન ઉપર વાત કરતા જણાવેલ કે, ભાવ તાલ આપો, જેથી તેમને ભાવ તાલ આપી કહેલ કે, તમારૂ વિઝીટીંગ કાર્ડ, આધાર કાર્ડ તથા જીએસટી નંબર આપો તેમ કહેતા આરોપીએ પોતાનું વિઝીટીંગ કાર્ડ મોબાઇલમાં મોકલેલ હતું. પરંતુ આધાર કાર્ડ કે જીએસટી નંબર આપેલ નહી અને કહેલ કે, તમે ડુંગરીની ગાડી મોકલો તેમ વાત કરતા તા.૧૮ ના આરોપીને ફોન કરી કહેલ કે, તમારી ડુંગરીની એક ગાડી આજે મોકલુ છું અને પેમેન્ટ કેવી રીતે કરશો તેમ કહેતા જણાવેલ કે હું એક અઠવાડીયામાં તમને પેમેન્ટ મોકલી આપીશ.
જેથી ફરીયાદીએ તા.૧૮ ના રોજ ડુંગળીના બોક્સ નંગ-૨૩૮ વજન ૯૫૨૦ કિલો કિ.રૂ.૩,૨૫, ૮૮૯ નો માલ ટ્રક નંબર જીજે-22-ટી-0793 માં વિષ્ણુ ટ્રેડીંગ, માર્કેટીંગ યાર્ડ ગોંડલ ખાતેથી ભરીને મોકલી આપેલ હતો.
ત્યાર બાદ બીજી વખત ૨૮૦ કટ્ટા ડુંગળી વજન ૧૧,૨૦૦ કિલો રૂ.૪,૧૨,૪૨૫ તા.૨૦/૦૮ ના ગાડી નંબર જીજે-06-વીવી-8070 માં લ ગોંડલ ખાતેથી ભરીને મોકલી આપેલ હતી. ત્રીજી ગાડી તા.૨૨ ના રોજ ૨૪૭ કટા ડુંગળી વજન ૯૮૮૦ કિલો તથા લસણ ૪૫૦ કિલો જે બંન્નેની કિ.રૂ.૩.૯૮,૯૧૫ નો જથ્થો પણ મોકલી આપેલ હતો
ચોથી ગાડી તા.૨૫ ના રોજ ડુંગરીના કટ્ટા નંગ ૩૩૬ વજન ૧૩,૪૪૦ કિલો રૂ.રૂ.૫,૫૭,૯૦૧ નો જથ્થો મોકલી આપેલ હતો. જે બાદ તા.૨૭ ના પાંચમી ગાડીમાં ડુંગળીના કટા નંગ-૨૮૧ વજન ૧૧,૨૪૦ કિલો જેની રૂ.૫,૦૫,૧૨૦ નો જથ્થો પણ મોકલ્યો હતો. જે મળી અલગ અલગ કુલ પાંચ ગાડી દ્રારા કુલ રૂ.૨૨.૦૧ નો ડુંગળી તથા લસણનો જથ્થો મોકલેલ હતો.
જે બાદ શ્રીજી આણુ ભંડાર વાળા રાહુલએ કટકે કટકે કુલ રૂ.૬.૪૦ લાખ મોકલેલ જ્યારે બાકી રહેતાં રૂ.૧૫.૧૧ લાખ લેવાના બાકી હોય જે લેણી રકમ વસુલ કરવા માટે અવાર નવાર કહેતાં જણાવેલ કે, હું તમોને તા.૩૦ ના રોજ જેતપુર આવીને તમારૂ પેમેન્ટ કરી આપીશ. જે બાદ આરોપીને તા.૩૧ ના ફોન કરીને કહેલ કે, કાલે આવેલ નહી તો મારા પેમેન્ટનું શું થયુ તેમ કહેતા કહેલ કે, મને એક ચેક આવેલ છે, જે ચેક વટાવાવ બેંકમાં નાખેલ છે, જે રૂપિયા મને આવશે એટલે તમને તમારા ખાતામાં નાખીશ તો તમારા એકાઉન્ટ નંબર આપો તેમ કહેતા તેને એકાઉન્ટ નંબર પણ આપેલ હતા.
જે બાદ પણ પેમેન્ટ આરોપીએ ન આપતાં ફરીયાદી ગોધરા ખાતે આ શ્રીજી આલુ ભંડાર વાળા રાહુલની તપાસ કરવા ગયેલ તો આ શ્રીજી આલુ ભંડાર નામની દુકાન બંધ હતી અને આજુ બાજુમાં તપાસ કરતા જાણવા મળેલ કે, આ રાહુલ પોતાની દુકાન બંધ કરી જતો રહેલ છે. જેથી આરોપીએ રૂ.૧૫.૬૧ લાખની છેતરપીંડી કરતાં ફરિયાદ નોંધાવી હતું.

