Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા
    • Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો
    • Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ
    • Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર
    • Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ
    • Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા
    • Morbiમાં સસ્તો ઈંગ્લીશ દારૂ મોંઘી બોટલમાં વેચવાનો કારસો, આરોપી ફરાર
    • Morbiના આંદરણા ગામેથી ૬૦ હજારની કિમતનું બાઈક ચોરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ
    અમરેલી

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૧૦ઃ

    અમરેલી જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચિંતામાં મુકાયેલા અમરેલી જિલ્લાના ખેડૂતો માટે આજે ગુરુવારે વરસાદી માહોલ આશાનું કિરણ લઈને આવ્યો હતો. જિલ્લામાં સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને ખાંભા તાલુકાના વાંકુનીધાર પંથકમાં અનરાધાર વરસાદ વરસતાં અંદાજે દોઢથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. ભારે વરસાદના પગલે નદી-નાળામાં નવા નીર આવ્યા હતા અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

    અમરેલી જિલ્લાના અનેક ગામોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. લીલીયા તાલુકાના હરીપર ગામે ઘોઘમાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. બીજી તરફ સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના મહુવા રોડ પંથકમાં આવેલા વીજપડી અને ખડસલી સહિતના ગામોમાં સતત બીજા દિવસે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતાં ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી હતી.

    સાવરકુંડલા તાલુકાના નેસડી, મેવાસા, શેલણા, મોટા ભમોદરા સહિતના ગામોમાં પણ બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. વરસાદી માહોલ સર્જાતા લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આશા બંધાઈ છે. ખાસ કરીને વરસાદ ખેંચાતા જ્યાં પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી, તેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી ખેડૂતોને થોડી રાહત મળી છે.

    ખાંભા તાલુકાના ગીરકાંઠાના અનિડા, ભાડ અને મોટા સમઢિયાળા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જ્યારે ધારી તાલુકાના વીરપુર, ઈંગોરાળા  પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

    ખાંભા તાલુકાના વાંકુનીધાર વિસ્તારમાં વરસાદે જોર પકડતાં ટૂંકા ગાળામાં અંદાજે ૧.૫ થી ૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદના પગલે સ્થાનિક નદી-નાળામાં પાણીનો પ્રવાહ વધ્યો હતો અને કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. લાંબા વિરામ બાદ નોંધપાત્ર વરસાદ થતાં ગ્રામ્ય પંથકમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

    છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા અમરેલી જિલ્લાના અનેક ગામોમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. વાવેતર કરેલા પાકને પૂરતા પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી ત્યારે સતત બીજા દિવસે વિવિધ પંથકોમાં વરસાદી ઝાપટાં પડતાં હવે મેઘરાજા મહેરબાન થશે તેવી ખેડૂતોમાં આશા જાગી છે.જોકે જિલ્લામાં વરસાદનું વિતરણ અલગ-અલગ વિસ્તારોમાં અલગ રહ્યું છે. કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તો કેટલાક વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટાં જ પડ્યા છે. તેમ છતાં લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી જગતના તાતમાં ફરી એકવાર આશાનો સંચાર થયો છે અને ખેડૂતો હવે આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી મીટ માંડીને બેઠા છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર
    Next Article Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

    September 9, 2026
    અમરેલી

    Amreli પોલીસનું ઓપરેશન ચાઇલ્ડઃ ૧૭૦થી વધુ CCTV ફૂટેજના આધારે પાંચ વર્ષના બાળકને અપહરણકર્તાના કબજામાંથી છોડાવ્યું

    September 9, 2026
    અમરેલી

    Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ

    September 2, 2026
    અમરેલી

    Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ

    September 1, 2026
    અમરેલી

    Amreli: દામનગરમાં તરૂણીને જાનથી મારી નાખવાની ધમકી આપી, બે આરોપી ઝડપાયા

    August 31, 2026
    અમરેલી

    Amreli: ગામડાની પરંપરાગત કલાને યોગ્ય બજાર મળે તો તે પણ આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી શકે છે

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,300
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,530
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-09-2026 22:15
    Categories
    Latest News

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026

    Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ

    September 10, 2026

    Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા

    September 10, 2026

    Morbiમાં સસ્તો ઈંગ્લીશ દારૂ મોંઘી બોટલમાં વેચવાનો કારસો, આરોપી ફરાર

    September 10, 2026
    Search
    Main News

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.