બેંક કર્મી.ની ઓળખ આપી એટીએમ પીન અને ઓટીપી મેળવી રૂ. ૭.૧૦ લાખની પર્સનલ લોન મેળવી ગઠીયાએ નાણાં ટ્રાન્સફર કરી લીધા પુત્રને જાણ થઇ જતાં બાકીની રકમ બચી ગઈ,
Rajkot તા.૧૪ઃ
ગોંડલમાં નિવૃત રેલ્વેકર્મી સાથે રૂ.૩.૫૮ લાખનું સાયબર ફ્રોડ આચરી લેવામાં આવ્યું હતું. વૃદ્ધને ફોન કરી એસબીઆઈ બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી એપ ડાઉનલોડ કરાવી એટીએમ કાર્ડન્ક પાસવર્ડ અને ઓટીપી મેળવી વૃદ્ધના નામે રૂ. ૭.૧૦ લાખની પર્સનલ લોન મંજુર કરાવી નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા. સદનસીબે વૃદ્ધના પુત્રને જાણ થતાં અન્ય રકમ બચી ગઈ હતી. સમગ્ર મામલે ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
બનાવ અંગે ગોંડલ શહેરના ગોકુલ વાટીકા સોસાયટીમાં રહેતાં અતુલકુમાર જમનાદાસ બોસમીયા (ઉ.વ.૬૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે એસબીઆઈ બેંક કર્મીની ખોટી ઓળખ આપનાર અજાણ્યા શખ્સ ગુનો નોંધી તપાસ આદરી હતી.રેલ્વેમા નોકરી કરતાં અને હાલ નિવૃત જીવન ગાળે છે. ગઇ તા.૦૩ ના સવારના આશરે સાડા દસેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે હતાં ત્યારે તેમને ફોન આવેલ અને હિન્દી ભાષામાં જણાવેલ કે, હું એસ.બી.આઇ. બેંકના હેલ્પ ડેસ્કમાંથી બોલુ છુ, તમે બેંકની યુનો એપ વાપરતા નથી, તમને તેમા લોનની ઓફર છે, જેથી તમારા વોટસએપમાં યુનો એપ મોકલેલ છે. જેથી વૃધ્ધે ચાલુ ફોને વોટસએપ ખોલી જોતા મોબાઇલ નં.૮૨૩૫૪૧૧૦૨૨ ઉપરથી એસબીઆઇના લોગા વાળી એ.પી.કે. ફાઇલ મોકલેલ અને તેના વોટસએપ પ્રોફાઇલ ઉપર પણ એસબીઆઈનો લોગો હતો. રાજકોટ ખાતે રહેતા નાના દિકરા હેમાંગે મોટા દિકરા આનંદને ફોન કરી ફરિયાદીનો મોબાઇલ ફોન ચેક કરવાનું કહીં જણાવેલ કે, પપ્પાના એસબીઆઈ બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેકશનથી આશરે રૂ.૩,૫૮,૦૫૦ કોઇ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલ છે. બાદ મોટા દિકરા આનંદે એસબીઆઈ બેંકના હેલ્પ લાઇન નંબર ઉપર ફોન કરી એકાઉન્ટમાંથી થયેલ ટ્રાન્જેકશનની માહિતી માંગતા હેલ્પ ડેસ્ક તરફથી જાણવા મળેલ કે, ફરીયાદીના બેંક એકાઉન્ટમાં રૂ.૭.૧૦ લાખની પર્શનલ લોન કરી જે ખાતામાં જમા થયેલ પર્શનલ લોનમાંથી અલગ અલગ નાના મોટા ટ્રાન્જેકશનથી કુલ રૂ.૩,૫૮,૦૫૦ તેમાંથી સાયબર ગઠિયાએ ઉપાડી લઈ ફ્રોડ આચર્યું હતું.જે બાદ તેઓએ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર કમ્પલેન ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી ટેકિન્કલ સોર્સના આધારે તપાસ આદરી હતી.

