Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ

    September 18, 2026

    અમેરિકામાં તાલીમ દરમિયાન F-16 fighter jet દુર્ઘટનાગ્રસ્ત

    September 18, 2026

    Nigeriaમાં ઝેરી દારૂ પીવાથી આશરે ૪૮ લોકોના મોત નિપજ્યા

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ
    • અમેરિકામાં તાલીમ દરમિયાન F-16 fighter jet દુર્ઘટનાગ્રસ્ત
    • Nigeriaમાં ઝેરી દારૂ પીવાથી આશરે ૪૮ લોકોના મોત નિપજ્યા
    • ‘કામમાંથી નિવૃત્ત લેવાનો હમણાં તો કોઈ વિચાર નથી’ : Amitabh Bachchan
    • Alia Bhattએ મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમુજી યાદ કરી શેર
    • Rashmika Mandanna બનશે એમ.એસ. સુબ્બુલક્ષ્મી
    • Samantha Ruth Prabhuએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી
    • Prabhasની ‘ફૌજી’ હવે ફેબ્રુઆરી ૨૦૨૭માં રિલીઝ થાય એવી શક્યતા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Nigeriaમાં ઝેરી દારૂ પીવાથી આશરે ૪૮ લોકોના મોત નિપજ્યા
    આંતરરાષ્ટ્રીય

    Nigeriaમાં ઝેરી દારૂ પીવાથી આશરે ૪૮ લોકોના મોત નિપજ્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેશી દારૂ પીધા બાદ ઘણા લોકો બીમાર પડવા લાગ્યા હતા, શરૂઆતમાં તેમને ઝાંખું દેખાવું, ઉલટી અને માથાનો દુખાવો જેવા લક્ષણો જણાયા હતા, જે અંતે જીવલેણ સાબિત થયા

    Odigbo, તા.૧૮

    Nigeriaના દક્ષિણી રાજ્ય ઓન્ડોમાં ઝેરી દેશી દારૂ પીવાથી ૪૮ લોકોના મોત થયા છે. આ સાથે જ ૧૦૦થી વધુ લોકો ગંભીર રીતે બીમાર છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. વહીવટીતંત્રે આ વિસ્તારમાં ઝેરી દારૂ અંગે તપાસ અભિયાન શરૂ કર્યું છે.

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોમાં ઓન્ડો રાજ્યના ઓડિગ્બો અને આઈરેલે સ્થાનિક સરકારી વિસ્તારોમાં બની હતી.દેશી દારૂ પીધા બાદ ઘણા લોકો બીમાર પડવા લાગ્યા હતા. શરૂઆતમાં તેમને ઝાંખું દેખાવું, ઉલટી અને માથાનો દુખાવો જેવા લક્ષણો જણાયા હતા, જે અંતે જીવલેણ સાબિત થયા. ઓન્ડો રાજ્યના આરોગ્ય કમિશનર બાંજી અજાકાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ ૧૦૦થી વધુ દર્દીઓમાંથી ઘણાની હાલત ગંભીર છે. બીમાર લોકોના જીવ બચાવવા માટે ડોક્ટરોની ટીમ સતત પ્રયાસો કરી રહી છે.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં નવા દર્દીઓની ઓળખ કરવા અને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે વિશેષ તબીબી સહાયક ટીમો તૈનાત કરવામાં આવી છે.

    પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તપાસ શરૂ કરી છે. ઓન્ડો પોલીસના પ્રવક્તા અબાયોમી જીમોહના જણાવ્યા અનુસાર, આ કેસના સંબંધમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાંથી એક પર ઝેરી દારૂ બનાવવાનો આરોપ છે.આશંકા છે કે દારૂમાં મેથેનોલ જે માનવ શરીર માટે અત્યંત ઝેરી રસાયણ છે જે ભેળવવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાલમાં ચાલી રહી છે. પોલીસ અને આરોગ્ય વિભાગ હવે ઝેરી દારૂ ક્યાં સપ્લાય કરવામાં આવ્યો હતો તે શોધવા માટે કામ કરી રહ્યા છે જેથી ભવિષ્યની દુર્ઘટનાઓને અટકાવી શકાય. ઓન્ડો વહીવટીતંત્રે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ અથવા અપ્રમાણિત દેશી દારૂનું સેવન ન કરે.

    Nigeria
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘કામમાંથી નિવૃત્ત લેવાનો હમણાં તો કોઈ વિચાર નથી’ : Amitabh Bachchan
    Next Article અમેરિકામાં તાલીમ દરમિયાન F-16 fighter jet દુર્ઘટનાગ્રસ્ત
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ

    September 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં તાલીમ દરમિયાન F-16 fighter jet દુર્ઘટનાગ્રસ્ત

    September 18, 2026
    રાષ્ટ્રીય

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં કરોડોનું ડ્રગ્સ-હવાલા નેટવર્ક પકડાયું

    September 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    એઆઈ પર નિયંત્રણ વૈશ્વિક ટેક ઇનોવેશનથી ચીનને બહાર રાખવાનું કાવતરું: Jinping

    September 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Beijing: ભારત પોતાની જમીન પર ચીન-વિરોધી ગતિવિધિ નહીં થવા દે!

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 19:27
    Categories
    Latest News

    અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ

    September 18, 2026

    અમેરિકામાં તાલીમ દરમિયાન F-16 fighter jet દુર્ઘટનાગ્રસ્ત

    September 18, 2026

    ‘કામમાંથી નિવૃત્ત લેવાનો હમણાં તો કોઈ વિચાર નથી’ : Amitabh Bachchan

    September 18, 2026

    Alia Bhattએ મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમુજી યાદ કરી શેર

    September 18, 2026

    Rashmika Mandanna બનશે એમ.એસ. સુબ્બુલક્ષ્મી

    September 18, 2026

    Samantha Ruth Prabhuએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી

    September 18, 2026
    Search
    Main News

    Nigeriaમાં ઝેરી દારૂ પીવાથી આશરે ૪૮ લોકોના મોત નિપજ્યા

    September 18, 2026

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ

    September 18, 2026

    અમેરિકામાં તાલીમ દરમિયાન F-16 fighter jet દુર્ઘટનાગ્રસ્ત

    September 18, 2026

    ‘કામમાંથી નિવૃત્ત લેવાનો હમણાં તો કોઈ વિચાર નથી’ : Amitabh Bachchan

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.