Washington, તા.૩
ઇરાને જણાવ્યું હતું કે જો વોશિંગ્ટન તેની સાત માંગ માની લે તો તેઓ ૪૮ કલાકમાં જ Hormuz ખોલવા અને પરમાણુ કરાર અંગે મંત્રણા કરવા માટે તૈયાર છે. ઇરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વોશિંગ્ટન સાથે મધ્યસ્થીઆ દ્વારા થયેલા સંવાદના આધારે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જો કે સમયમર્યાદા ઘણી ઓછી છે. આ બાબત ફરીથી શાંતિ પ્રત્યે ઇરાનની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
નેતન્યાહુએ સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ અને સેટકોમ કમાંડર બ્રેન્ડ કુપર સહિત તંત્રના ટોચના અધિકારીઓ પર દબાણ કરવા માંડયુ છે. ઇરાન સામેના યુદ્ધને યોગ્ય રીતે સંભાળવામાં નિષ્ફળ ગયેલા બંને જણા કોઈપણ પ્રકારની સમજૂતીના વિરોધમાં છે. બંને મોટું ઓપરેશન શરૂ કરવાની તરફેણમાં છે. વિદેશપ્રધાન માર્કો રૂબિયો અને સીઆઈએ ડાયરેક્ટર જોન રેડક્લિફ પણ નેતન્યાહુની વાત માની રહ્યા છે.ઇઝરાયેલે પણ ઇરાન સાથે સંભવિત લશ્કરી સંઘર્ષને લઈને પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખે પ્રમુખ ટ્રમ્પ સમક્ષ ઇરાન પર ફરીથી યુદ્ધ શરૂ કરવાના વિવિધ વિકલ્પો રજૂ કર્યા છે.
આ પરિ સ્થિતિમાં સંરક્ષણાત્મક અને આક્રમક તૈયારીઓ પૂરી કરી લીધી છે. જો કે યુદ્ધનો નિર્ણય ટ્રમ્પના હાથમાં છે. વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને દૂત સ્ટીવ વિટકોફ માને છે કે ઇરાન સાથે સમાધાન કરી શકાય છે.આ દરમિયાન હોર્મુઝમાં જહાજો પર હુમલાના સમાચારે ફરીથી હિલચાલ વધારી દીધી છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાડ્ર્સની સેનાએ દાવો કર્યો હતો કે બે ઓઇલ ટેન્કર સુરંગ સાથે ટકરાઈને વિસ્ફોટનો શિકાર થયા છે. એક જહાજમાં વિસ્ફોટ થયા પછી ભારે આગ લાગી છે.યુએન માઇગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું કે યમનમાં ચાલતા ગૃહયુદ્ધના લીધે વધુને વધુ લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે.
નવેસરથી ભડકી ઉઠેલા ગૃહયુદ્ધમાં વિસ્થાપિતોનો આંકડો ત્રણ લાખને વટાવી ગયો છે. હુથી બળવાખોરો અને સાઉદી સમર્થિત સરકારી લશ્કર વચ્ચેનો જંગ રોકાવવાનું નામ લેતો નથી, આના પગલે વધુને વધુ લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે. હાલમાં હુથીઓએ તાઇઝ શહેર ફરતે ઘેરો ઘાલ્યો છે. યમનની પ્રજા રાહત, આશ્રય, ખોરાક અને પીવાના પાણી માટે ટળવળી રહી છે.ચીને જણાવ્યું હતું કે તે ઇરાન, ઓમાન અને સાઉદી અરેબિયા ખાસ રાજદૂત મોકલવા વિચારી રહ્યુ છે. ચીન મધ્યપૂર્વમાં તેનો પ્રભાવ પાથરવા આતુર છે અને શાંતિના પુરસ્કરતા તરીકે ઉભરી આવવા માંગે છે. ચીનના માઓનિંગે જણાવ્યું હતું કે આ રાજદૂત તનાવ ઘટાડવા અને સ્થિરતાને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

