(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૧૯ઃ
નીચી માંડલ નજીક સિરામિકની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ યુવાને આયખું ટુંકાવ્યું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ સેગા ગ્રાનીટો સિરામિકની લેબર કોલોનીમાં રહીને કામ કરતા અમિતભાઈ રામસેવક (ઉ.વ.૨૫) નામના યુવાને રાત્રીના દશેક વાગ્યે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

