શનિવારે વ્હાઈટ હાઉસ પહોંચેલા આ પ્રતિબંધિત સંગઠનોના પત્રકારોના પ્રેસ ક્રેડેન્શિયલ્સ જપ્ત કરવામાં આવ્યા હતા
Washington, તા.૨૨
અમેરિકાના મુખ્ય ટેલિવિઝન નેટવર્ક્સે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અધિકૃત કાર્યક્રમોની સાઝા વિડિયો પૂલ કવરેજ આપવાનો ઇનકાર કરી દીધો હતો. વ્હાઈટ હાઉસ દ્વારા ઝ્રદ્ગદ્ગ, સ્જી નાવ અને પોલીટિકો પર ‘ફેક ન્યૂઝ’ ચલાવવાનો આરોપ લગાવીને પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફોક્સ ન્યૂઝ, એબીસી ન્યૂઝ, સીબીએસ ન્યૂઝ, સીએનએન અને એનબીસી ન્યૂઝે સંયુક્ત નિવેદન જારી કરીને જણાવ્યું છે કે જનતાને સરકારી બાબતો વિશે સાચી માહિતી મેળવવાનો મૂળભૂત અધિકાર છે. કોઈપણ પ્રશાસનને માત્ર રિપોર્ટિંગ પર આપત્તિ હોવાના કારણે પ્રતિબંધ મૂકવાનો અધિકાર નથી.આ પ્રતિબંધ સામે કાનૂની લડાઈ લડવા માટે ઝ્રદ્ગદ્ગ, સ્જી નાવ અને પોલીટિકોએ વોશિંગ્ટન ડીસીની ફેડરલ કોર્ટમાં ટ્રમ્પ પ્રશાસન સામે મુકદ્દમો દાખલ કર્યો છે. આ સંસ્થાઓએ અદાલતમાં અરજી કરીને આ પ્રતિબંધ પર રોક લગાવવાની માંગ કરી છે. મીડિયા સંસ્થાઓએ આ પગલાંને ‘ફર્સ્ટ અમેન્ડમેન્ટ’ હેઠળ મળેલા વાણી અને પ્રેસની સ્વતંત્રતાના અધિકારનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે સરકાર એ નક્કી કરી શકતી નથી કે પ્રેસે કયા સમાચાર છાપવા કે પ્રસારિત કરવા, જે લોકશાહી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.શનિવારે વ્હાઈટ હાઉસ પહોંચેલા આ પ્રતિબંધિત સંગઠનોના પત્રકારોના પ્રેસ ક્રેડેન્શિયલ્સ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેમને પરિસરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. બીજી તરફ, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણય પર અડગ છે. તેમણે આ કાર્યવાહીને પ્રેસની સ્વતંત્રતા પર હુમલો નહીં પરંતુ ‘ફેક ન્યૂઝ’ સામેનું કડક પગલું ગણાવ્યું છે. આ વિવાદને કારણે યુએનજીએ (ેંદ્ગય્છ) જેવા વૈશ્વિક અને મોટા કાર્યક્રમોના વિડિયો કવરેજ પર વ્યાપક અસર પડી છે, જેના કારણે આગામી સમયમાં રાજકીય અને મીડિયા ક્ષેત્રે તણાવ વધુ વધી શકે છે.

