Hong Kong, તા.૫
હોંગકોંગના જાણીતા લોકશાહી સમર્થક કાર્યકરોમાંના એક જોસુઆ વોંગને ગુરુવારે વિદેશી શક્તિઓ સાથે સાંઠગાંઠ કરવાના આરોપમાં વધુ ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક પ્રેસ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, “કોર્ટે જોસુઆ વોંગને અંતિમ સજા તરીકે ૧૦ વર્ષની કેદ ફટકારી છે.”ચીનના આ ક્ષેત્રમાં મોટા પાયે થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા બનેલા વોંગ અગાઉથી જ લગભગ છ વર્ષ જેલમાં વિતાવી ચૂક્યા છે. ગયા મહિને જ તેમણે ૩૦મો જન્મદિવસ ઉજવ્યો હતો.બેઈજિંગ દ્વારા લાદવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ‘રાજદ્રોહ’ ના આરોપમાં ચાર વર્ષ અને આઠ મહિનાની સજા ભોગવ્યા બાદ તેમને જાન્યુઆરીમાં મુક્ત કરવામાં આવે તેવી અપેક્ષા હતી.જોકે, હોંગકોંગના સત્તાધીશોએ જૂન ૨૦૨૫માં આ જ કાયદા હેઠળ વોંગ વિરુદ્ધ ફરીથી કેસ દાખલ કર્યો હતો. તેમના પર હોંગકોંગ અને ચીન વિરુદ્ધ પ્રતિબંધો લાદવા માટે અન્ય દેશો અને સંસ્થાઓને અપીલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં વોંગે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.ગુરુવારે સવારે વોંગ વાદળી શર્ટ અને કાળા ચશ્મા પહેરીને કોર્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ શાંત દેખાઈ રહ્યા હતા. તેમણે પોતાના સમર્થકો તરફ માથું હલાવીને અભિવાદન કર્યું હતું અને કોર્ટમાં હાજર લોકો તેમજ પત્રકારો તરફ નજર કરી હતી.સજા સંભળાવ્યા બાદ વોંગે પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો અને હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન સમર્થકોને કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, “અમે તમારી મુક્તિની રાહ જોઈશું.”સુનાવણી માટે ડઝનબંધ લોકો કોર્ટની બહાર લાઈનમાં ઊભા રહ્યા હતા. બીજી તરફ, પોલીસ દ્વારા કોર્ટની બહાર ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.લંડનની ર્જીંછજી યુનિવર્સિટીની ચાઈના ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર સ્ટીવ ત્સાંગે છહ્લઁ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “બેઈજિંગે જોસુઆને ૨૦૧૯ના ખુલ્લા બળવાના મુખ્ય નેતાઓમાંના એક તરીકે ઓળખ્યા છે, જોકે વોંગ સૌથી મધ્યમ વિચારધારા ધરાવતા નેતાઓમાંના એક હતા. આથી તેમને ઉદાહરણરૂપ સજા કરવામાં આવશે.”સજા જાહેર થાય તે પહેલા ત્સાંગે ઉમેર્યું હતું કે, વોંગને ફટકારવામાં આવેલી સજા એ દર્શાવશે કે બેઈજિંગ હોંગકોંગ પર પોતાની પકડ મજબૂત રાખી રહ્યું છે અને ૨૦૧૯ પહેલાના વધુ ઉદાર દિવસો તરફ પાછા ફરવાની કોઈ શક્યતા નથી.માનવાધિકાર સંગઠનોએ વોંગ વિરુદ્ધના સાંઠગાંઠના આરોપોની ટીકા કરી છે. તેમના મતે, સત્તાધીશોનો હેતુ વોંગને લાંબા સમય સુધી જેલમાં રાખવાનો છે.જોસુઆ વોંગ ૨૦૧૪માં હોંગકોંગમાં થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. આ પ્રદર્શનને ‘અંબ્રેલા મૂવમેન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. ૨૦૧૭થી તેઓ વિરોધ પ્રદર્શનો સંબંધિત કેસોને કારણે વારંવાર જેલમાં જતા રહ્યા છે.સત્તાધીશોના જણાવ્યા અનુસાર, વોંગે ૨૦૧૬માં જ આંતરરાષ્ટ્રીય સ્તરે લોબિંગ શરૂ કર્યું હતું. તે સમયે તેમણે ‘હોંગકોંગ હ્યુમન રાઇટ્સ એન્ડ ડેમોક્રેસી એક્ટ’ નામના કાયદાને સમર્થન આપ્યું હતું. આ કાયદા હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિને હોંગકોંગમાં માનવાધિકારના ઉલ્લંઘનના જવાબમાં પ્રતિબંધો લાદવાની સત્તા મળવાની હતી.

