એક ફાઈટર જેટ જ્યારે ઓબ્જેક્ટની નજીક પહોંચ્યું તો તેની અમુક સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું હતું
Iran, તા.૨૨
ઈરાનની રાજધાની તેહરાનનાં આકાશમાં ચમકતી જુદા-જુદા રંગની લાઈટવાળું એક ઓબ્જેક્ટ દેખાયાનો દાવો કરાયો છે. સોશિયલ મીડિયા પર તેના ઘણાં વીડિયો જોવા મળી રહ્યાં છે. લોકો દાવો કરી રહ્યાં છે કે- આ UFO હોઈ શકે છે. ૫૦ વર્ષ અગાઉ ૧૯ સપ્ટેમ્બરે ૧૯૭૬માં પણ તેહરાનનાં આકાશમાં આવી ચમકરાદ વસ્તુ જોવા મળી હતી. આ ઓબ્જેક્ટની તપાસ માટે ઈરાને હ્લ-૪ ફાઈટર જેટ મોકલ્યા હતા. રિપોર્ટ અનુસાર, એક ફાઈટર જેટ જ્યારે ઓબ્જેક્ટની નજીક પહોંચ્યું તો તેની અમુક સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું હતું. પાયલોટ પાછળ હટ્યો તો સિસ્ટમ ફરી સામાન્ય થઈ ગઈ હતી.
સત્તાવાર રેકોર્ડમાં એ સાબિત ના થયું કે- ખરેખર આ વસ્તુ શું હતી. જે પછી આ ઘટના UFO પર રિસર્ચ કરતા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની હતી.સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રવિવારે ૨૦ સપ્ટેમ્બરનો આ વીડિયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક પોસ્ટમાં દાવો કરાયો કે, તેહરાનનાં આઝાદેગાન એક્સપ્રેસવે પાસે આ ઓબ્જેક્ટ દેખાયું હતું. આ ઓબ્જેક્ટ વાસ્તવમાં કયા સ્થળે જોવા મળ્યું, તે કેટલી ઊંચાઈએ ઊડી રહ્યું હતું અને તેનો આકાર કેટલો મોટો હતો તે બધી માહિતી હજુ સામે આવી નથી. ઈરાની અધિકારીઓએ આ અંગે કોઈ માહિતી આપી નથી. તેમણે આ ઓબ્જેક્ટ જોખમી હતું કે નહીં તે અંગે પણ ખુલાસો કર્યો નથી.

