મેષઃ જો કોઇ રૂપિયા ફસાયેલા છે તો તેને પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે. વાહન સાવધાની પૂર્વક ચલાવવું જરૂરી છે. પતિ-પત્ની તથા પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલાં મતભેદ દૂર થશે.
વૃષભઃ આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. આ સમયે આર્થિક પક્ષ થોડો નબળો રહી શકે છે. જોખમી કાર્યો કરવાથી બચવું.
મિથુનઃ થોડા સાવધાન રહો, નજીકના લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. કોઇ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. વધારે વ્યસ્તતાના કારણે ઘરમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.
કર્કઃ લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા દૂર થશે. વધારે મહેનતના કારણે નસમાં દુખાવો થઈ શકે છે. કોઇ વિરોધી તમારા માટે નકારાત્મક પરિસ્થિતિઓ તો બનાવશે
સિંહઃ ભાઇઓ સાથે ચાલી રહેલો મતભેદ દૂર કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. ખર્ચ વધારે રહેશે પરંતુ ગભરાશો નહીં. આ ખર્ચ તમારા થોડા સારા માટે રહેશે.
કન્યાઃ ઘરનું વાતાવરણ સુખદ રહેશે. જમીનને લગતા મામલાઓ અંગે પોઝિટિવ ચર્ચા-વિચારણાં પણ થશે. આજે કાર્યક્ષેત્રમાં કોઇ સોનેરી અવસર હાથમાં આવશે. અચાનક આવેલી મુશ્કેલીથી કોઇ રસ્તો ઉકેલાશે નહીં.
તુલાઃ તમે તમારાં કાર્યોની વ્યસ્તતા તથા પારિવારિક જીવન વચ્ચે તાલમેલ સારો જાળવશો. વિદ્યાર્થી વર્ગને તેમના અભ્યાસમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
વૃશ્ચિકઃ મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી પરેશાનીઓ વેપારમાં આવશે. પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ રહેશે. ભાવુકતા તમારી સૌથી મોટી નબળાઇ છે. તેના ઉપર વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે.
ધનઃ પાડોસીઓ અને સંબંધીઓ સાથે સંબંધમાં કોઇપણ પ્રકારનો મનમુટાવ ન આવે તેનું ધ્યાન રાખો. કાયદાકીય મામલે તમને વિજય પ્રાપ્ત થશે. તમારી વ્યવસાયિક યોજનાઓને સિક્રેટ જ રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે.
મકરઃ વેપાર તથા કારોબારમાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કાયદાકીય મામલે કોઇ નિષ્ણાતની સલાહ લો, તમને યોગ્ય સમાધાન મળશે.
કુંભઃ ધનને લગતી પરેશાની રહેશે, કોઇ નજીકના મિત્રની મદદથી સમસ્યાનો ઉકેલ પણ મળી જશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યવસાયને લગતા મામલે કોઇપણ નિર્ણય યોગ્ય સમજીવિચારીને જ લો. સમય મહેનત કરવાનો છે.
મીનઃ ખોટા વાદ-વિવાદ કે તર્ક-વિતર્કમાં પડશો નહીં. રાજકીય મામલાઓને લઇને સાવધાન રહેવું જરૂરી છે. મોબાઇલ, ઈમેલ દ્વારા કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે.

