૮૩ વર્ષીય અભિનેતાએ મોટી કોર્પોરેટ કંપનીઓ અને ઝડપથી વિકસતા ટેક સ્ટાર્ટઅપ્સના વિવિધ પોર્ટફોલિયોમાં ભારે રોકાણ કર્યું છે
Mumbai, તા.૨૫
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૬ જાહેર થઈ ચૂકી છે, જેના અનુસાર બોલિવૂડના ‘શહેનશાહ’ Amitabh Bachchan દેશના બીજા સૌથી અમીર અભિનેતા છે, જ્યારે પહેલા નંબર પર શાહરૂખ ખાન છે. રિપોર્ટ મુજબ, Amitabh Bachchanની નેટવર્થમાં પાછલા વર્ષની સરખામણીમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે બિગ બીની નેટવર્થ ૧૬૩૦ કરોડ રૂપિયા હતી, જે વધીને આ વર્ષે ૪૦૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે એક જ વર્ષની અંદર તેમની નેટવર્થમાં ૧૪૫ ટકાનો મોટો ઉછાળો આવ્યો છે.
Amitabh Bachchanની નેટવર્થમાં વધારો તેમના ફેમિલી ઓફિસ દ્વારા કરાયેલા રોકાણો, રિયલ એસ્ટેટ હોલ્ડિંગ્સ તેમજ ફિલ્મો અને પ્રખ્યાત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની ફીઝને કારણે થયો છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, બિગ બી દરેક ફિલ્મ માટે આશરે ૧૦થી ૧૨ કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે વિવિધ બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટ માટે તેઓ ૫થી ૮ કરોડ રૂપિયા લે છે. આ ઉપરાંત, નાના પડદા પર પ્રસારિત થતા લોકપ્રિય શો દ્ભમ્ઝ્રના એક જ સિઝનથી તેઓ આશરે ૪૦થી ૫૦ કરોડ રૂપિયા કમાય છે અને હાલમાં તેઓ દ્ભમ્ઝ્રની ૧૭મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે.
૮૩ વર્ષીય અભિનેતાએ મોટી કોર્પોરેટ કંપનીઓ અને ઝડપથી વિકસતા ટેક સ્ટાર્ટઅપ્સના વિવિધ પોર્ટફોલિયોમાં ભારે રોકાણ કર્યું છે. પાછલા વર્ષ દરમિયાન પ્રાઇવેટ અને ઇક્વિટી માર્કેટમાં વેલ્યુએશનમાં થયેલા ભારે વધારાને કારણે તેમની હોલ્ડિંગ્સ અનેકગણી વધી ગઈ છે. આ સિવાય, તેઓ પ્રીમિયમ ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ મોટા રોકાણકાર છે અને રેસિડેન્શિયલ તથા કમર્શિયલ સેક્ટરમાં પ્રોપર્ટીઝ ખરીદીને પોતાની કુલ સંપત્તિમાં વધારો કર્યો છે.એશિયન કમ્યુનિટીમાં જોડાઓ

