Mumbai, તા.૯
બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજાના લગ્નજીવનને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. બંને વચ્ચે અણબનાવ હોવાની અફવાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન સુનીતા આહુજાએ પોતાના લગ્નજીવન અને ગોવિંદા સાથેના સંબંધો અંગે ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે ૪૦ વર્ષના લગ્નજીવનનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, આખરે આ સંબંધ કેમ નહીં ટકે? સુનીતાના આ નિવેદન બાદ ફરી એકવાર બંનેના સંબંધોની ચર્ચા શરૂ થઈ ગઈ છે.ગોવિંદાનું નામ તેમની કો-સ્ટાર કોમલ રાની સાથે જોડાયાની ચર્ચાઓ પણ થઈ રહી છે. આ અહેવાલો અને અટકળો વચ્ચે ગોવિંદા અને સુનીતાના લગ્નજીવનને લઈને લોકોમાં ઉત્સુકતા વધી છે. જોકે, ગોવિંદા અને કોમલ રાની વચ્ચેના સંબંધો અંગે કોઈ પુષ્ટિ થયેલી માહિતી સામે આવી નથી. ગોવિંદા અને સુનીતા બોલિવૂડના જાણીતા કપલમાંથી એક છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોને લઈને અલગ-અલગ પ્રકારની વાતો સામે આવી રહી છે.ગોવિંદા અને સુનીતા આહુજાના લગ્નને લગભગ ૪૦ વર્ષ થઈ ચૂક્યાં છે. આટલા લાંબા સમયથી બંને એકબીજાની સાથે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોમાં તણાવ હોવાની વાતો સામે આવી રહી છે. બંને અલગ રહેતા હોવાની અને તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓ હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં સુનીતા આહુજાએ પોતાના સંબંધો અંગે વાત કરતાં કહ્યું કે, “આ ૪૦ વર્ષ જૂનાં લગ્ન છે, આખરે કેમ નહીં ટકે? બધું બરાબર છે. તેઓ જે કરવાનું પસંદ કરે છે તે કરી રહ્યા છે અને હું મારું કામ કરી રહી છું. મારું પૂરું ધ્યાન હાલમાં મારા કામ પર છે.”

