યુદ્ધ-ટેરિફ વોર વચ્ચે એક દાયકા બાદ Jinpingની અમેરિકામાં બીજી ‘સ્ટેટ વિઝિટ’
અમેરિકા-ચીન બીજા વિશ્વયુદ્ધમાં સાથે મળીને લડયા હતા તેમ આજે પણ દુનિયાના વધુ સારા ભવિષ્ય માટે સાથે કામ કરે : ટ્રમ્પ
Washington, તા.૨૫
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધ અને ટ્રમ્પની ટેરિફ વોર વચ્ચે ચીનના પ્રમુખ શી Jinping એક દાયકા બાદ પહેલી વખત અમેરિકાની ત્રણ દિવસની ‘સ્ટેટ વિઝિટ’ માટે ગુરુવારે વોશિંગ્ટન પહોંચ્યા છે. વ્હાઈટ હાઉસમાં જિનપિંગે દ્વિપક્ષીય બેઠક શરૂ કરતા પહેલાં ટ્રમ્પને આકરો સંદેશ આપતા કહ્યું, ચીન અને અમેરિકા બંને મહાન દેશ છે. લડવાથી બંને દેશને જ નુકસાન થશે. બીજીબાજુ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા અને ચીન બીજા વિશ્વયુદ્ધમાં સાથે મળીને લડયા હતા તે રીતે હવે બંને દેશ દુનિયાના વધુ સારા ભવિષ્ય માટે સાથે કામ કરી શકે છે.
દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતા એઆઈ, તાઈવાન, ટેન્કોલોજી, વેપાર, અને બંને દેશોની સેના વચ્ચે સંવાદ જેવા મુદ્દા પર ચર્ચા કરશે.ચીનના પ્રમુખ શી જિનપિંગ તેમની બીજી સ્ટેટ મુલાકાત માટે તેમનાં પત્ની પેન્ગ લિયુઆન સાથે ગુરુવારે વોશિંગ્ટન પહોંચ્યા ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકલ તોડીને એરપોર્ટ પર તેમને આવકારવા પત્ની મેલાનિયા સાથે પહોંચ્યા હતા. અહીં ૧૦૦ ફૂટ લાંબી લાલ જાજમ પાથરીને તથા એફ-૨૨ ફાઈટર જેટ અને બોમ્બર વિમાનોની ફ્લાય પાસ્ટ સાથે Jinpingનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જિનપિંગે આ પહેલાં સપ્ટેમ્બર ૨૦૧૫માં તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાના આમંત્રણથી અમેરિકાની સ્ટેટ વિઝિટ કરી હતી. વ્હાઈટ હાઉસમાં જિનપિંગે તેમના ભાષણમાં કહ્યું કે, તેઓ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકા આવ્યા છે,
જેથી બંને દેશોની મિત્રતાને આગળ વધારી શકાય, સહયોગ વધારી શકાય અને બંને દેશના લોકોની ભલાઈ સુનિશ્ચિત કરી શકાય. ચીન અને અમેરિકાએ શાંતિપૂર્ણ રીતે સાથે રહેવું જોઈએ. બંને દેશ સહયોગથી ફાયદો ઉઠાવી શકે છે જ્યારે સંઘર્ષ બંને માટે નુકસાનકારક રહેશે. અમેરિકા અને ચીન વચ્ચે પ્રતિસ્પર્ધા ખતમ કરવાની જરૂર નથી, પરંતુ તે સ્વસ્થ હોવી જોઈએ અને તેની મર્યાદા હોવી જોઈએ. અમેરિકા અને ચીન વચ્ચે રેસ હોવી જોઈએ રેસલિંગ નહીં.જિનપિંગે અમેરિકન મુલાકાતના તેમના પહેલા ભાષણમાં એઆઈ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું ચીન અને અમેરિકા એઆઈના ક્ષેત્રમાં દુનિયાના અગ્રણી દેશ છે.
તેથી બંનેની જવાબદારી છે કે તેનો વિકાસ યોગ્ય દિશામાં થાય. બંને દેશો પાસે સારા કામો માટે એઆઈને વિકસિત અને મેનેજ કરવાની ક્ષમતા અને જવાબદારી છે. એઆઈનો વિકાસ હંમેશા માણસોના નિયંત્રણમાં જ રહેવો જોઈએ અને તેનો ઉપયોગ લોકોની ભલાઈ માટે થવો જોઈએ.બીજીબાજુ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, ૨૦૧૬માં પોતે પહેલી વખત પ્રમુખ બન્યા ત્યારથી જિનપિંગ સાથે તેમને સારી મિત્રતા છે. બંને દેશોએ પોતાની સામેના મુદ્દાઓ ઉકેલવામાં ઘણી પ્રગતિ કરી છે. અમેરિકા અને ચીન બીજા વિશ્વયુદ્ધમાં સાથે મળીને લડયા હતા. આજના સમયમાં પણ તેમણે સાથે મળીને દુનિયાને વધુ સારી બનાવવા લડવું જોઈએ.ટ્રમ્પે ઉમેર્યું કે, જિનપિંગના આ પ્રવાસમાં અમે સુરક્ષા, ટેન્કોલોજી અને સુપર ઈન્ટેલિજન્સ સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આજે આ ક્ષેત્રોમાં અમે જે નિર્ણયો કરીશું તેનાથી આાગમી અનેક દાયકા સુધી શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન મળી શકશે. એઆઈને સુપર ઈન્ટેલિજન્સ ગણાવતા ટ્રમ્પે કહ્યું કે, તેમની અને શીની વાતચીતનો આ એક મોટો મુદ્દો હશે. બંને દેશ તેમના સંયુક્ત હિતો પર ધ્યાન આપે તો અમે ઘણું બધું હાંસલ કરી શકીએ છીએ.

