Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ભાદરવી પૂનમે Ambaji ખાતે ઉમટ્યું માનવ મહેરામણ
    ગુજરાત

    ભાદરવી પૂનમે Ambaji ખાતે ઉમટ્યું માનવ મહેરામણ

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026Updated:October 9, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સવારની મંગળા આરતી સમયે સમગ્ર અંબાજી જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું : પ્રશાસન દ્વારા સુચારુ વ્યવસ્થા

    Ambaji, તા.૨૬

    પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પવિત્ર ભાદરવી પૂનમના મહાપર્વને લઈને અદ્ભુત અખંડ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. મા અંબાના ધામમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વહીવટી પ્રશાસન, પોલીસ વિભાગ અને આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થા અને ભાવિકોની સેવાથી સમગ્ર યાત્રાધામમાં ભક્તિભર્યું વાતાવરણ સર્જાયું છે.

    ભાદરવી પૂનમના પાવન પ્રસંગે સવારથી જ લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સવારની મંગળા આરતી સમયે સમગ્ર અંબાજી જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. છેલ્લા ૬ દિવસમાં ૩૮ લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે, જ્યારે ૬ દિવસમાં મંદિરને ૧.૫ કરોડથી વધુની આવક પણ થઈ છે. પોલીસ અને વહીવટી પ્રશાસનના શાનદાર આયોજનથી ભક્તોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. ફરજની સાથે સાથે ઉત્કૃષ્ટ સેવા કરીને પ્રશાસને શ્રદ્ધાળુઓના દિલ જીતી લીધા છે, જેને લઈને સ્થાનિક પ્રશાસનની કામગીરીને શ્રદ્ધાળુઓએ મુક્ત મને બિરદાવી છે.

    બનાસકાંઠા પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે અંબાજીના ચાચર ચોકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને ચક્કર આવે કે તબિયત બગડે તો તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ભાદરવી પૂનમના ૭મા દિવસે પણ આરોગ્ય વિભાગની ટીમ સંપૂર્ણ રીતે એલર્ટ રહીને ખડેપગ સેવા આપી રહી છે. થાક, નબળાઈ સહિતની તકલીફ ધરાવતા ભક્તોને ત્વરિત સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા ૭ દિવસથી આરોગ્ય વિભાગની ટીમ નિષ્ઠાપૂર્વક ભક્તોની સેવા કરી રહી છે, જેથી માતાજીના દર્શનની સાથે સાથે ભક્તોના સ્વાસ્થ્યનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

    અંબાજીના મૂળ મંદિરની નીચે શ્રી યંત્ર પૂજા મંદિર આવેલું છે. ભાદરવી પૂર્ણિમા નિમિત્તે આ શ્રી યંત્ર પૂજા મંદિરે શ્રી યંત્રના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. શ્રી યંત્ર મંદિર નજીક આવેલ બટુક ભૈરવ મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ધાર્મિક માન્યતા મુજબ અંબાજીમાં સતી માતાનું હૃદય પડ્યું હતું અને માતાજીના રક્ષણ માટે ભગવાન શિવે બટુક ભૈરવને બિરાજમાન કર્યા હોવાની માન્યતા છે. ભાદરવી પૂર્ણિમાએ શ્રી યંત્ર પૂજા અને બટુક ભૈરવના દર્શન કરીને ભક્તો પોતાની પવિત્ર યાત્રા પૂર્ણ કરે છે.

    બનાસકાંઠા જિલ્લામાં ભાદરવી પૂર્ણિમાના પાવન દિવસે અંબાજીમાં પોલીસ પ્રશાસન દ્વારા શ્રદ્ધાપૂર્વક ધજા ચઢાવવામાં આવશે. સતત ૭ દિવસ સુધી પદયાત્રીઓની સુરક્ષા અને સેવામાં ખડેપગે રહેલી પોલીસ ફરજની સાથે સાથે ભક્તિના રંગે પણ રંગાઈ છે. પદયાત્રીઓની સુરક્ષાની સાથે સાથે પોલીસ કર્મીઓએ નિષ્ઠાપૂર્વક ભક્તોની સેવા કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોલીસ સાથે અંબાજી મંદિરમાં ધજા ચડાવશે. પોલીસની આ અપ્રતિમ સેવા અને શ્રદ્ધાને બિરદાવતું આ અનોખું ધજારોહણ કરવામાં આવશે.

    જગતજનની મા અંબા ના દરબારમાં જેટલા પણ માઈ ભક્તો આવતા હોય છે તે ભક્તો માતાજીને ચુંદડી, કુમકુમ, પ્રસાદ અર્પણ કરતા હોય છે અને ભક્તો  પોતાના ઘરે સંભારણા રૂપે પણ લઈ જતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં પૂજાની અનેક દુકાનો આવેલી છે જ્યાં માતાજીનો સુંદર શૃંગાર રાખવામાં આવે છે. અંબાજીનો કુમકુમ સુપ્રસિદ્ધ હોવાના કારણે લોકો આવનારા તહેવારો માટે પણ અહીંથી પૂજાની સામગ્રી છે તે લઈને જતા હોય છે.

    Ambaji Temple
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGandhinagar મહાનગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ ૧૬ ઉમેદવારો જાહેર કર્યા
    Next Article ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    ગુજરાત

    Ahmedabadમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ફફડાટ

    November 9, 2026
    ગુજરાત

    Amit Shahના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ

    November 9, 2026
    ગુજરાત

    જોધપુરમાં અદ્યતન નોલેજ હબનું Amit Shahના હસ્તે લોકાર્પણ

    November 9, 2026
    ગુજરાત

    Sarkhejથી કર્ણાવતી સુધીનો એલિવેટેડ બ્રિજ ખુલ્લો મુકાયો

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹120,667
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹110,531
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹157,399
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-11-2026 00:01
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.