પં.ડો. હિતેષ એ. મોઢા જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
(૧) મેષ — કાગળ તથા દરેક પ્રકારની પ્રિન્ટ્સ, પ્રકાશન એકમના જાતક, તમામ કદના પ્રિન્ટિંગ એકમના જાતક, સ્ટેશનરી સંબંધિત ઔદ્યોગિક એકમ તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ અથવા સાવ સાધારણ નીવડે તેવી પૂર્ણ સંભાવના. વ્યવસાયિક કલા, કન્સલ્ટન્સી ફર્મ તેમજ સર્વિસ-બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયી નીવડશે. સેલેબલ પર્સન એવમ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સાનુકૂળ સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. પરિવારજનો સાથે હળવા વાદ-વિવાદના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. ૨ તથા ૩ ઓક્ટોબર સાવ સામાન્ય નીવડશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ — કાર્ગો એવમ કુરિયર-આંગડિયાના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકર્તા નીવડશે. આ સપ્તાહે સાથે સમાન આવક તથા જાવકના પણ સંયોગ જણાય છે. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તેમજ હળવું લાભકારી નીવડશે. જથ્થાબંધ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ચડાવ-ઉતારવાળું પણ લાભકારક નીવડશે. છૂટક વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક રહે તેવી પૂર્ણ સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે દોડધામવાળું સપ્તાહ, સાથે બદલી-બઢતીના સંયોગ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક અથવા સરેરાશ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારી રહેશે. કેવળ ૩ ઓક્ટોબર હળવું પ્રતિકૂળ રહેશે.
(૩) મિથુન — સ્વગૃહી તથા ઉચ્ચસ્થ શનિ વાળા તમામ જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે. સાથે અણધાર્યા લાભના સંયોગ છે. કોમોડિટી, શેરબજાર એવમ સટ્ટાના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકર્તા જણાશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક તથા તમામ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પ્રગતિકારક નીવડે તેવી પૂર્ણ સંભાવના. ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ અર્ધ-સાનુકૂળ અથવા સામાન્ય જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ અથવા હળવું પ્રતિકૂળ રહે તેવી શક્યતા. નિવૃત્ત, વિદ્યાર્થી, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ૨૮ તથા ૨૯ સપ્ટેમ્બર અર્ધ-સામાન્ય અથવા પ્રતિકૂળ જણાશે.
(૪) કર્ક — મેટલ(ધાતુ)ના વ્યાપારિક એકમના જાતક, મેટલ પાર્ટના ઉત્પાદક તેમજ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ અત્યધિક ફાયદાકારક નીવડશે. કેમિકલ એકમના જાતક એવમ ફાર્મા-કેમિકલ એકમના જાતક માટે આ સપ્તાહ લાભકર્તા રહે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમવાળા જાતક માટે હળવું લાભકારી એવમ સાનુકૂળ સપ્તાહ. વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ દોડધામવાળું તથા હળવું લાભદાયી રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તેમજ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ પરંતુ સાથોસાથ બદલી એવમ બઢતી થઈ શકે તેવી પૂરી શક્યતા. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. કેવળ ૩૦ સપ્ટેમ્બર સાવ સાધારણ નીવડશે.
(૫) સિંહ — ઘી, માખણ, ચીઝ સમેત પ્રવાહી ખાદ્ય-પેયના ઔદ્યોગિક એકમના તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભકારક નીવડશે. રસાયણિક દ્રવ્ય/ખાતરના ઉત્પાદક તથા જથ્થાબંધ વ્યાપારિક એકમના જાતક માટે અતિ લાભદાયક સપ્તાહ નીવડશે તેવી પૂર્ણ સંભાવના. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે. ઔદ્યોગિક એકમના જાતક તેમજ નાના-મોટા તમામ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું વ્યાકુળ જણાશે. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ જાતક માટે મધ્યમ સપ્તાહ, આ સિવાય સરકારી કર્મચારી તથા ખાનગી કર્મચારી માટે આ સપ્તાહ હળવું વ્યસ્ત તથા દોડધામવાળું રહેશે. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ૩ ઓક્ટોબર સામાન્ય રહેશે.
(૬) કન્યા — વૈદ્ય, આયુર્વેદિક ફાર્મસી તથા હર્બલ એવમ પ્રાકૃતિક ચિકિત્સા સંબંધિત એવમ તેના ઔષધ નિર્માણના તમામ એકમ સાથે જોડાયેલ જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે. યોગ સેન્ટર, જિમ એવમ ફિટનેસ ટ્રેનર, ડાયેટિશિયન એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી રહેશે. ટ્રાવેલ્સ તથા હોટેલ બુકિંગ એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારક નીવડે તેવી પૂર્ણ સંભાવના. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક રહે તેવી પૂર્ણ શક્યતા. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ લાભકારી નીવડશે. પરિવારજનો તથા મિત્ર સાથે સુમેળ અકબંધ રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી અને મહિલા કર્મી માટે આ સપ્તાહ આરામદાયક રહેશે. કેવળ ૨૯ સપ્ટેમ્બર સાવ સાધારણ રહેશે.
(૭) તુલા — ગૃહ ઉદ્યોગ તેમજ નાના-નાના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર, સ્ટોક માર્કેટ ટ્રેડર તથા અન્ય ફાઇનાન્સ એકમના જાતક એવમ બેંક કર્મચારી માટે આ સપ્તાહ આંશિક લાભકારક જણાશે. આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમવાળા જાતક માટે અલ્પ લાભકર્તા એવમ દોડધામવાળું સપ્તાહ. વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયી રહે તેવી પૂર્ણ શક્યતા. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભકારક રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મિત્રો-સ્નેહીઓ તરફથી સહકારના સંયોગ. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ લાભકારી રહેશે. ૨૮ તથા ૨૯ સપ્ટેમ્બર સાવ સામાન્ય રહેશે.
(૮) વૃશ્ચિક — અગ્નિ, વિદ્યુત, બળતણ + વાયુ દ્વારા ચોક્કસ ક્રિયા-પ્રક્રિયા ધરાવતા લોખંડ મશીનરીઝના ઔદ્યોગિક એકમના જાતક તથા તેના પાર્ટના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. શેરબજાર, વાયદા બજાર કોમોડિટીના જાતક માટે આ સપ્તાહ આંશિક લાભકારી અથવા મધ્યમ નીવડશે. ડ્રાઈવર્સ સમેત ટ્રાન્સપોર્ટેશન એકમના જાતક માટે આ સપ્તાહ પુષ્કળ લાભકારી રહેશે. ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા વ્યાપારિક એકમના જાતક માટે અતિ વ્યસ્ત એવમ સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. કેવળ ૩ ઓક્ટોબર હળવું પ્રતિકૂળ નીવડશે.
(૯) ધન — ખાનગી તથા સરકારી શૈક્ષણિક એકમના જાતક માટે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. ખાનગી એકાઉન્ટ ક્ષેત્ર/એકમ તથા વીમા એજન્સીઝ, એવમ ખાનગી બેંકિંગ/ફાઇનાન્સ એકમ સાથે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તથા અત્યધિક લાભકારક રહે તેવી પૂર્ણ શક્યતા. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તેમજ હળવું લાભકર્તા જણાશે. ગ્રેઈન અને ગ્રોસરીઝના વ્યાપારિક એકમના જાતક તેમજ નાના તથા છૂટક વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ દોડધામવાળું અને લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૩૦ સપ્ટેમ્બર અર્ધ-મધ્યમ રહેશે.
(૧૦) મકર — આ સપ્તાહે અણધાર્યા લાભ થવાની અનેક શક્યતાઓ. નવા વાહન તેમજ જમીન-મકાન પ્લોટ ખરીદવાના પૂર્ણ સંયોગ. પિત્ત પ્રકોપ ન થાય તે માટે, તેમજ પિત્ત પ્રકૃતિવાળા જાતકે આરોગ્ય અંગે વિશેષ સંભાળ રાખવી. તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક તેમજ જથ્થાબંધ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત સાથે આંશિક લાભકારક નીવડે તેવી પૂર્ણ સંભાવના. છૂટક વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયક નીવડે તેવી શક્યતા. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તેમજ મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ તથા હળવું વ્યસ્ત નીવડશે. ૨૯ સપ્ટેમ્બર સાવ સાધારણ જણાશે.
(૧૧) કુંભ — બેંકના કર્મચારી, નાણાકીય સલાહકાર, વીમા કંપનીના એજન્ટ, ઓફિસર, તથા ખાનગી એકાઉન્ટન્ટ ફર્મ્સના જાતક માટે અત્યધિક લાભકારી તેમજ અતિ વ્યસ્ત સપ્તાહ સાથે નવી તક મળશે તેવી પૂર્ણ સંભાવના. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભકારી નીવડશે. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તેમજ લાભકારી નીવડે તેવી પૂર્ણ સંભાવના. મોટા વ્યાપારિક એકમના જાતક તથા છૂટક વ્યાપારિક એકમના તમામ જાતક માટે આ સપ્તાહ આંશિક લાભકારી નીવડશે. આ સિવાયના, અન્ય વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ દોડધામવાળું તેમજ સરેરાશ જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. ૨૭ તથા ૨૮ સપ્ટેમ્બર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય, શ્રમદાન)
(૧૨) મીન — મહાવિદ્યાલયના કર્મી તથા નાણાકીય એકમના જાતક માટે આ સપ્તાહ દોડધામવાળું તેમજ હળવું સાનુકૂળ નીવડે તેવી પૂર્ણ સંભાવના. જેમ-જ્વેલરીઝ તથા જ્વેલરી ઉત્પાદ એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે. આયાત-નિકાસના તમામ એકમના જાતક માટે આ સપ્તાહ આંશિક લાભકારી નીવડે તેવી શક્યતા. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સરળ ને સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ લાભકારી રહે તેવી શક્યતા. પરિવારજનો તથા મિત્રોથી સહકારના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ અર્ધ-મધ્યમ જણાશે. ૩૦ સપ્ટેમ્બર પ્રતિકૂળ રહેશે. (પન્નોતિનો ઉપાય, દાન + અભ્યંગ સ્નાન)

