Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Shraddhaના મુખ્ય બાર પ્રકારોઃ જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.
    લેખ

    Shraddhaના મુખ્ય બાર પ્રકારોઃ જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    આલેખનઃ વિનોદ માછી નિરંકારી

    નિત્યં નૈમિત્તિકં કામ્યં વૃદ્ધિશ્રાદ્ધં સપિંડનમ્,

    પાર્વણં ચ તથા ગોષ્ઠી શુદ્ધ્યર્થં કર્માંગં તથૈવ ચ,

    દૈવિકં યાત્રાર્થં ચેવ પુષ્ટ્યર્થં દ્વાદશ સ્મૃતમ્..

    ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિમાં પિતૃઓની આત્મશાંતિ-મુક્તિ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શ્રાદ્ધ કર્મનું વિશેષ મહત્વ છે.’શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ્’ એટલે કે જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.હિંદુ ધર્મશાસ્ત્રોમાં ખાસ કરીને ’ભવિષ્ય પુરાણ’, ’ગરૂડ પુરાણ’, ’મનુસ્મૃતિ’ અને ’યાજ્ઞાવલ્ક્ય સ્મૃતિ’ માં શ્રાદ્ધના સ્વરૂપ-સમય અને ઉદ્દેશ્યના આધારે તેના બાર મુખ્ય પ્રકારો વર્ણવવામાં આવ્યા છે,જેને સંયુક્ત રીતે ‘‘દ્વાદશ શ્રાદ્ધ‘‘ કહેવામાં આવે છે.પિતૃઋણમાંથી મુક્તિ મેળવવા માટે આ બાર પ્રકારના શ્રાદ્ધનું જ્ઞાન અને તેનું મહત્વ સમજવું અનિવાર્ય છે.અહીં દ્વાદશ શ્રાદ્ધ વિશે સવિસ્તાર અને ઊંડાણપૂર્વક માહિતી આપી છે.

    નિત્ય શ્રાદ્ધ..નિત્ય શ્રાદ્ધ એટલે જે કર્મ દરરોજ કરવામાં આવે છે.આ શ્રાદ્ધમાં કોઈ પિંડદાનની જરૂર હોતી નથી અને તેના માટે કોઈ ચોક્કસ દિવસ કે તિથિની રાહ જોવી પડતી નથી.રોજિંદા જીવનમાં સવારે સ્નાન કર્યા પછી પિતૃઓનું સ્મરણ કરીને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને અર્પણ કરવામાં આવતું જળ-તર્પણ એ નિત્ય શ્રાદ્ધ છે.આ ઉપરાંત ભોજન બનાવતી વખતે અગ્નિમાં કે ગાય-શ્વાન અને પક્ષીઓ માટે કાઢવામાં આવતો અન્નનો ભાગ પણ નિત્ય શ્રાદ્ધનો જ એક ભાગ છે.શાસ્ત્રો અનુસાર જે ઘરમાં નિત્ય શ્રાદ્ધ થાય છે ત્યાં પિતૃઓ ક્યારેય તરસ્યા કે ભૂખ્યા રહેતા નથી.

    નૈમિત્તિક શ્રાદ્ધ..નૈમિત્તિક શ્રાદ્ધ એટલે કોઈ ચોક્કસ નિમિત્ત-કારણ કે પ્રસંગને આધીન કરવામાં આવતું શ્રાદ્ધ. વ્યક્તિના મૃત્યુ પછી તેના સંસ્કારના ભાગરૂપે અને ત્યારબાદ દર વર્ષે જે તે મૃત્યુ તિથિએ કરવામાં આવતું ’સાંવત્સરિક શ્રાદ્ધ’ (વરસી) આ શ્રેણીમાં આવે છે.આ શ્રાદ્ધમાં માત્ર એક જ પિતૃને મુખ્ય રાખીને પિંડદાન અને વિધિ કરવામાં આવતી હોવાથી તેને ’એકોદ્દિષ્ટ શ્રાદ્ધ’ પણ કહે છે.આ શ્રાદ્ધ ચોક્કસ દિવસ કે સંજોગો પૂરતું મર્યાદિત હોય છે તેથી તે નૈમિત્તિક કહેવાય છે.

    કામ્ય શ્રાદ્ધ..જ્યારે કોઈ વિશિષ્ટ ફળ કે મનોકામના પૂર્ણ કરવાના ઉદ્દેશ્યથી શ્રાદ્ધ કરવામાં આવે ત્યારે તેને કામ્ય શ્રાદ્ધ કહેવાય છે.ધન,ધાન્ય,દીર્ઘાયુષ્ય,આરોગ્ય,વિજય કે સ્વર્ગની પ્રાપ્તિ માટે વિવિધ નક્ષત્રો જેમ કે કૃત્તિકા, રોહિણી કે વિશેષ તિથિઓ પર આ શ્રાદ્ધ કરવામાં આવે છે.જો કોઈ વ્યક્તિ રોગમુક્ત થવા માંગતી હોય કે સંતાનની ઈચ્છા રાખતી હોય તો શાસ્ત્રોક્ત વિધિથી કામ્ય શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે.

    વૃદ્ધિ શ્રાદ્ધ..પરિવારમાં જ્યારે કોઈ મંગળ પ્રસંગ,ઉત્સવ કે સુખ-સમૃદ્ધિનો અવસર આવે ત્યારે પિતૃઓના આશીર્વાદ અને પરવાનગી લેવા માટે વૃદ્ધિ શ્રાદ્ધ કરવામાં આવે છે,તેને ’આભ્યુદયિક શ્રાદ્ધ’ કે ’નાન્દી શ્રાદ્ધ’ પણ કહેવામાં આવે છે.પુત્ર કે પુત્રીના લગ્ન,જનોઈ સંસ્કાર,સીમંતોન્નયન-ખોળો ભરવો કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યોની શરૂઆત પિતૃ પૂજનથી થાય છે.આમાં કુશ-ધરો અને અન્ન દ્વારા પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે જેથી શુભ કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે.

    પાર્વણ શ્રાદ્ધ..દ્વાદશ શ્રાદ્ધમાં પાર્વણ શ્રાદ્ધને સૌથી મહત્વપૂર્ણ અને મોટું શ્રાદ્ધ ગણવામાં આવે છે. ’પર્વ’ એટલે કે ખાસ સંક્રાંતિ,અમાસ કે પિતૃપક્ષ ભાદરવા વદ એકમથી અમાસ સુધીનો સમય. આ શ્રાદ્ધમાં માત્ર એક પિતૃ નહીં પરંતુ પિતૃપક્ષ-પિતા,દાદા,પરદાદા અને માતૃપક્ષ-નાના,પરનાના એમ બંને તરફની ત્રણ-ત્રણ પેઢીઓનો ઉલ્લેખ કરીને પિંડદાન કરવામાં આવે છે.પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતું મહાલય શ્રાદ્ધ એ પાર્વણ શ્રાદ્ધનું જ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

    સપિંડન શ્રાદ્ધ…કોઈપણ જીવાત્માના મૃત્યુ પછી તેને ’પ્રેત લોક’માંથી મુક્તિ અપાવી ’પિતૃ લોક’માં સ્થાન અપાવવા માટે સપિંડન શ્રાદ્ધ કરવામાં આવે છે.સામાન્ય રીતે આ શ્રાદ્ધ મૃત્યુના બારમા દિવસે કે એક વર્ષ પૂરૂં થતાં કરવામાં આવે છે.શાસ્ત્રો મુજબ આ વિધિમાં મૃતક વ્યક્તિના પિંડને તેના પૂર્વજોના પિંડ સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભેળવી દેવામાં આવે છે.આ પ્રક્રિયા પછી જ મૃત આત્મા સત્તાવાર રીતે ’પિતૃ’ બને છે અને પૂજનીય બને છે.

    ગોષ્ઠી શ્રાદ્ધ..’ગોષ્ઠી’ એટલે સમૂહ, ગોષ્ઠિ કે ચર્ચા. જ્યારે પરિવારના સભ્યો,કુટુંબીજનો,જ્ઞાતિના વડીલો કે વિદ્વાન બ્રાહ્મણો એક સ્થળે એકઠા થઈને પિતૃઓના કલ્યાણ અર્થે સામૂહિક રીતે જે શ્રાદ્ધ કર્મ-ભક્તિ કે દાન કરે છે તેને ગોષ્ઠી શ્રાદ્ધ કહે છે.આ શ્રાદ્ધ આંતરિક સંપ,સંપત્તિના સદુપયોગ અને પિતૃઓ પ્રત્યેના સામૂહિક આદરને દર્શાવે છે.

    શુદ્ધિ શ્રાદ્ધ..જ્યારે કોઈ પરિવારમાં લાંબા સમયની અશુદ્ધિ જેમકે કોઈ લાંબી બીમારી,સુતક કે અન્ય કોઈ દોષ દૂર કરવાની હોય ત્યારે આત્મશુદ્ધિ અને પરિવારની પ્રગતિ માટે શુદ્ધિ શ્રાદ્ધ કરવામાં આવે છે.આ શ્રાદ્ધ દ્વારા બ્રાહ્મણોને ભોજન કરાવીને,શુદ્ધ મંત્રોના જપ કરીને નકારાત્મક ઉર્જાનો નાશ કરવામાં આવે છે અને પિતૃઓની કૃપાથી ઘરમાં ફરીથી પવિત્રતા સ્થાપિત થાય છે.

    કર્માંગ શ્રાદ્ધ..હિંદુ ધર્મમાં સોળ સંસ્કારોનું વર્ણન છે જેમકે ગર્ભાધાન સંસ્કાર,પુંસવન સંસ્કાર,  સીમંતોન્નયન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ચૌલ કે મુંડન સંસ્કાર, કર્ણવેધ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, ઉપનયન કે જનોઈ સંસ્કાર, વેદારંભ સંસ્કાર, કેશાંત કે ગોદાન સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, વિવાહ સંસ્કાર અને અંત્યેષ્ટિ સંસ્કાર..આ સોળ સંસ્કારો પૈકીના મુખ્ય સંસ્કારોના એક ’અંગ’ તરીકે-મુખ્ય કર્મના ભાગ રૂપે જે પિતૃપૂજન કે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને કર્માંગ શ્રાદ્ધ કહેવાય છે.આ શ્રાદ્ધ પાછળનો હેતુ એ છે કે આવનારી નવી પેઢી કે થનારા સંસ્કારો પિતૃઓના આશીર્વાદથી દોષરહિત અને તેજસ્વી બને.

    દૈવિક શ્રાદ્ધ..દૈવિક શ્રાદ્ધ એ દેવતાઓની પ્રસન્નતા અને પિતૃઓના દેવત્વને જગાડવા માટે કરવામાં આવતું વિશેષ કર્મ છે.આ શ્રાદ્ધમાં હવનની સામગ્રી,ઘી અને અન્નની આહુતિઓ આપીને દેવતાઓ અને પિતૃઓ બંનેને એકસાથે તૃપ્ત કરવામાં આવે છે.આ શ્રાદ્ધ વ્યક્તિને ભૌતિક જગતમાંથી આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જવામાં સહાયક બળે છે.

    યાત્રા શ્રાદ્ધ..જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પવિત્ર તીર્થક્ષેત્રની યાત્રાએ જવાનો સંકલ્પ કરે છે કે તીર્થસ્થળે પહોંચે છે ત્યારે આ શ્રાદ્ધ કરવામાં આવે છે.પ્રસ્થાન કરતા પહેલાં ઘરના પિતૃઓની રક્ષા માટે અને તીર્થસ્થળ જેમકે ગયાજી,હરિદ્વાર,કાશી,પ્રભાસ પાટણ,સિદ્ધપુર પર પહોંચીને ત્યાં પિતૃ તર્પણ કરવાથી યાત્રા સફળ થાય છે. તીર્થોમાં કરેલું આ શ્રાદ્ધ પિતૃઓને અક્ષય તૃપ્તિ-ક્યારેય ન ખૂટે તેવી તૃપ્તિ પ્રદાન કરે છે.

    પુષ્ટિ શ્રાદ્ધ..પુષ્ટિ એટલે પોષણ-ઉન્નતિ કે સમૃદ્ધિ.પોતાના શરીરના આરોગ્ય,વંશવેલાની વૃદ્ધિ,આર્થિક ઉન્નતિ અને શારીરિક-માનસિક બળની પ્રાપ્તિ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને પુષ્ટિ શ્રાદ્ધ કહે છે.ભગવાન વિષ્ણુ અને પિતૃશ્વર દેવતાની કૃપાથી આ શ્રાદ્ધ કરનાર વ્યક્તિનું જીવન સર્વ પ્રકારે પુષ્ટ-સુદ્રઢ બને છે.

    દ્વાદશ શ્રાદ્ધનું મહાત્મ્ય અને ફલશ્રુતિ..ઋષિ-મુનિઓના મતે આ બાર પ્રકારના શ્રાદ્ધ માત્ર ધાર્મિક ક્રિયાઓ નથી પરંતુ તે મનુષ્યના મનોવૈજ્ઞાનિક-સામાજિક અને આધ્યાત્મિક કલ્યાણ સાથે જોડાયેલા છે.શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે..‘‘ન શ્રાદ્ધાત્‌? પરતરં કિંચિત્‌? શ્રેયસ્કર મુદાહૃતમ્‘‘ એટલે કે  શ્રાદ્ધથી વધીને મનુષ્ય માટે અન્ય કોઈ શ્રેયસ્કર-કલ્યાણકારી માર્ગ નથી. જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ દ્વાદશ શ્રાદ્ધનું પાલન કરે છે તેને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.પિતૃઓ પ્રસન્ન થઈને પોતાના વંશજોને આયુષ્ય,પ્રજા-સંતાન,ધન,વિદ્યા,સ્વર્ગ,મોક્ષ અને સર્વ પ્રકારના સુખોના આશીર્વાદ આપે છે.આથી જ સનાતન ધર્મમાં શ્રાદ્ધ કર્મને પ્રત્યેક ગૃહસ્થની પરમ ફરજ માનવામાં આવી છે.

    Shraddha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
    Next Article Morbiની મહેન્દ્રનગર ચોકડી નજીક મધરાત્રીએ બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    Shraddha કૃતજ્ઞતા-પિતૃસ્મરણ અને ઋણમુક્તિનું પાવન પર્વ

    September 25, 2026
    લેખ

    બ્રહ્માંડમાંથી આવ્યો અવાજ: ખગોળશાસ્ત્રીઓએ પહેલીવાર Exoplanetમાંથી સીધા Radio Signals પકડ્યા

    September 25, 2026
    રાજકોટ

    Rajkotની ધરા પર દેશભક્તિનો સુવર્ણ અવસર

    September 23, 2026
    લેખ

    ભારતનો FTAનો ઠરાવ, ન્યુઝીલેન્ડને ૧૦૦% Duty-free access – શું નિકાસ વધશે કે આયાત? ભારતના અર્થતંત્ર માટે તકો અને પડકારો

    September 23, 2026
    લેખ

    બ્રહ્મવૈવર્ત પુરાણાનુસાર Ganesh પ્રાગટ્યની પૌરાણિક મહાકથા

    September 20, 2026
    લેખ

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 20:14
    Categories
    Latest News

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.