પરીક્ષણ માટે આવતા સબ સ્વીકારવા કે પરત સોપવા બાબતે મેડિકલ ઓફિસરને જવાબદારી સોંપાય
નિવૃત્ત શિક્ષકનો પાર્થિવદેહ મુંબઈના પરિવારને સોંપી દેતા સર્જાયો હતો વિવાદ
Rajkot તા.૧ઃ
સૌરાષ્ટ્ર સૌથી મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટ માં ગઈ કાલે મોટો વિવાદ સર્જાયો હતો જેમાં એક મૃતદેહ બીજા સગાને સોંપી દેતા પંચમહાભૂતમાં દેહનુ વિલીન થયા બાદ મૃતકના સગા મૃતદેહ લેવા આવતા ભાંડો ફૂટ્યો હતો કે મૃતદેહ બદલાઈ ગયો હતો અને નિવૃત્ત શિક્ષકના મૃતદેહ બદલાઇ જતા પરિવારે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં જાણવા જેવું અરજી દાખલ કરી હતી અને તંત્રને વૃદ્ધે સોપવા અંગે એસ.ઓ.પી ની રચના કરવા રજૂઆત કરવામાં આવી હતી
જે અંગે આજે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા મૃતદેહોને સગા પાસે થી સ્વીકારવા અને પોલીસને કે સગા ને સોંપવા અંગે જવાબદારી ફિક્સ કરવા આવી છે.આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે રાજકોટ પીડીયુ સરકારી હોસ્પિટલમાં ગોંડલ રહેતા અને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં અવસાન થયેલ નિવૃતિ શિક્ષક હરસુખભાઈ ઠાકરનો મૃતદેહને સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની બેદરકારીથી મુંબઈના પરિવારને સોંપી દીધો હતો અને મૃતદેહ ધાર્મિક વિધિ કરીને અગ્નિદાહ દેવામાં આવ્યો હતો જેથી ગઈ કાલે મૃતક હરસુખભાઈ ના પરિવાર ના સભ્યો મૃતદેહ લેવા આવતા જાણવા મળેલ કે હરસુખભાઈ ઠાકરનો મૃતદેહ મુંબઈના પરિવારને બેદરકારીથી સોંપી દીધેલ હતો
તેમજ મુંબઈથી આવેલા પરિવારનો મૃતદેહ જેનું નામ ગોવિંદ ભાઈ હતું જે કોલ સ્ટોરેજમાં પડ્યો હતો આમ પરિવારના વડીલની અંતિમક્રિયા ન થઈ શકતા નિવૃત શિક્ષકના પરિવાર દ્વારા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી દાખલ કરવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલ વહીવટ તંત્ર અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું તેમજ વહીવટી તંત્રની બેદરકારી કારણે સમગ્ર ઘટના સર્જાય હતી આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબી અધિકક્ષક ડો કમલસિંહ ડોડીયા દ્વારા આજે લેખિતમાં હુકમ કરી અને મેડિકલ ઓફિસરને જાણ કરેલ કે સબ પરીક્ષણ કરવા અને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા આવતા તમામ મૃતદેહનું ઓળખ સ્વીકારવા કે પોલીસ, સગાને પરત આપતી વેળાએ પીએમ ડ્યુટી હાજર મેડિકલ ઓફિસર રૂબરૂ હાજર રહી અને મૃતદેહને સ્વીકારવા કે સોંપવા અને કોલ્ડ સ્ટોરેજ ચાલુ કે બંધ કે તાપમાનની ચકાસવાની જવાબદારી નક્કી કરવામાં આવી છે અને આ ઉપરોક્ત બાબતે પશ્ન થાય તો બે સેનેટરી ઇન્સ્પેક્ટર નામ નબરનો સંપર્ક કરવા જણાવ્યું હતું

