Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો
    • Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત
    • Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત
    • Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ
    • Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી
    • Rajkot નકલી આદેશથી ૧૨૯ સટ્ટા-સાઇટ બ્લોક કેન્દ્રએ આપ્યા તપાસના આદેશ
    • ઉત્સવ વચ્ચે Rajkotમા યુવક સહિત ચારના આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ
    રાજકોટ

    Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ

    Vikram RavalBy Vikram RavalNovember 13, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બે હત્યા, છ આપઘાત, અકસ્માત, હૃદય બંધ પડી જવાથી અને બીમારીથી મોત થતા પરિવારમાં આનંદનો ઉત્સવ શોક માં છવાયો

    કારખાનેદાર, ટ્રાવેલ્સના ધંધાર્થી અને આર એન્ડ બી ના કર્મચારી સહિત ૩૫થી ૫૬ વર્ષના ૧૦ લોકોના હૃદય થંભ્યા

    Rajkot તા.૧૩ઃ

    રાજકોટ શહેરમાં દીવાળીનો પર્વ આનંદ અને ઉત્સાહનો ક્ષણ લોકો ઉજવી રહયા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે યેમ રાજાનો પડાવ હોય તેમ ચાર દિવસ દરમ્યાન ૪૦થી વધુ મૃતદેહના પીએમ થયા હતા. જેમાં ૨ હત્યા, ૬ આપઘાત, અકસ્માત અને ૧૦ જેટલાં લોકોનું હૃદય બંધ પડી જવાથી કે બીમારીથી મોત થતા પરિવારમાં આનંદનો ઉત્સવ શોક માં છવાયો હતો.આ અંગે મળતી માહિતી મુજબ નૂતન વર્ષે નિમિતે શહેરમાં અલગ અલગ વિસ્તામાં છેલ્લા ૩ દિવસમાં ૩૫ વર્ષીય યુવક સહિત ૧૦ લોકોના હદય થભી જતા મોત નીપજ્યા હતા.

    બેભાન અવસ્થામાં મૃત્યુના બનાવ અંગે જોઈએ તો મવડી ગામ જુનો વણકર વાસ, શેરી નંબર ૨ રહેતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ વાઘેલા ઉંમર વર્ષ ૩૬ વર્ષીય તા. ૯ ના રોજ સવારે ૮ વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા હતા. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. અન્ય બનાવમાં ગોકુલધામ ત્રણ માળીયા ક્વાર્ટરમાં રહેતા સોનલબેન દિલીપભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ૩૫ વર્ષીય મહિલા તા. ૯ના સાંજે ૪ વાગ્યાં આસપાસ પોતાના ઘરે બેભાન થઈ જતા રાજકોટ સિવિલમાં લાવતા મૃત્યુ નીપજ્યું હતું. માલવયા નગર પોલીસે આ બંનેના મૃતદેહની પીએમ કરાવવા માટેની પ્રક્રિયા કરી હતી. અન્ય એક બનાવમાં રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા ધરમશીભાઈ રૂડાભાઈ મકવાણા ઉંમર વર્ષ ૪૧ વર્ષીય આધેડને તા.૧૦ના સવારે ૫.૩૦ વાગ્યાં આસપાસ ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજા એક બનાવમાં કોઠારીયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટમાં રહેતા દીપકભાઈ મનુભાઈ પાટડીયા ઉંમર વર્ષ ૪૬ વર્ષીય આધેડને તા. ૧૦ ના સવારે સવારે ૭૩૦ વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા

    ત્યારે અચાનક બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરાયા હતા. ગંજીવાડામાં રહેતા ધીરુભાઈ કેશુભાઈ ભોજાણી ઉંમર વર્ષ ૪૫ વર્ષીય આધેડને તા. ૧૦ના રોજ સવારે ૯૩૦ વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા હતા. થોરાળા પોલીસે તેમના મૃતદેહને પીએમમાં ખસેડવા તજવીજ કરેલી. જ્યારે જંગલેશ્વર મેઇન રોડ, ૭૦ નંબરની સ્કૂલની સામે રહેતા મુકેશભાઈ કિશોરભાઈ દલસાણીયા ઉંમર વર્ષ ૩૭ વર્ષીય યુવક તા. ૧૦ને વહેલી સવારે ૪ વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા તત્કાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે ડોક્ટર તેમની મૃત જાહેર કર્યા હતા ભક્તિનગર પોલીસે તેમના મુદ્દે પીએમ માટે ખસેડવા માટેની કાર્યવાહી કરી હતી.

    યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. અન્ય બનાવમાં રણછોડદાસ બાપુના આશ્રમ પાછળ ચામુંડા સોસાયટીમાં રહેતા પ્રેમજીભાઈ ડુંગરભાઈ મિયાત્રા ઉંમર વર્ષ ૫૫ વર્ષીય પ્રૌઢ તા.૧૦ના રોજ બપોરે ૧૨ વાગ્યાં આસપાસ પોતાના ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરાયા હતા.શહેરની આજીડેમ ચોકડી, સોમનાથ રેસીડેન્સીમાં રહેતા શિવાભાઈ ગગજીભાઈ મકવાણા ઉંમર વર્ષ ૫૬ વર્ષીય તા. ૧૧ ના રોજ બપોરે ૧૨ વાગ્યાં આસપાસ કણકોટ પાટીયા પાસે આર એન્ડ બી વિભાગની કચેરી ખાતે ફરજ પર હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં લાવતા મૃત જાહેર કરાયા હતા. પરિવારજનોએ જણાવ્યું કે, કચેરીમાં સાફ સફાઈ કરવાની હોવાથી શિવાભાઈ તે કામ માટે ગયા હતા. જ્યાં તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા, પાછળથી ત્યાં કોઈ કર્મચારી પહોંચતા તેમને જોયું કે શિવાભાઈ બેભાન પડ્યા છે તેથી તેઓએ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. શિવાભાઈ ૨ ભાઈ અને ૪ બહેન મોટા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. મોતના બનાવથી પરિવારમાં શોક છવાયો હતો

    શહેરના રેલનગરના મોહિલ ઉર્ફે શિવરાજ ચૌહાણ ઉંમર વર્ષ ૩૫ વર્ષીય ટ્રાવેલ્સના ધંધાર્થી દિવાળીના દિવસે છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં ડોક્ટરને બતાવી ઈસીજી કરાવેલ. જેનો રિપોર્ટ સામાન્ય આવેલ. રાત્રે ફટાકડા ફોડી બધા સુઈ ગયા બાદ મોડી રાત્રિના સમયે શિવરાજને ફરી છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો અને બેભાન થઈ ગયેલ. ૧૦૮ એમ્બ્યુલન્સમાં તત્કાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ પણ ડોકટરે મૃત જાહેર કરેલ. શિવરાજભાઈ એક ભાઈ અને એક બહેનમાં મોટા જતા. નવા વર્ષની ખુશીઓ વચ્ચે બનેલી આ ઘટનાએ પરિવાર માટે ખુશીના પ્રસંગને માતમમાં ફેરવી નાખ્યો હતો.

    શહેર ઉમિયા ચોક નજીક હિમાલયા ૨ માં રહેતા મુકેશભાઈ કરસનભાઈ વેકરીયા નામના આધેડ ગઈકાલ રાત્રે સુતા બાદ સવારે ન જાગતા પરિવારે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ હતા માલવિયા નગર પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકનું હાર્ટ ફેઈલ થતા મોત થયાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે મૃતક હાર્ડવેરનુ કારખાનું ધરાવતા હતા અને ત્રણ ભાઈ ત્રણ બેન અને સંતાનમાં એક પુત્ર પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી
    Next Article Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026
    રાજકોટ

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026
    રાજકોટ

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    રાજકોટ

    Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત

    November 13, 2026
    રાજકોટ

    Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી

    November 13, 2026
    રાજકોટ

    Rajkot નકલી આદેશથી ૧૨૯ સટ્ટા-સાઇટ બ્લોક કેન્દ્રએ આપ્યા તપાસના આદેશ

    November 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,717
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,829
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹149,492
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-11-2026 20:46
    Categories
    Latest News

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026

    Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત

    November 13, 2026

    Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી

    November 13, 2026

    Rajkot નકલી આદેશથી ૧૨૯ સટ્ટા-સાઇટ બ્લોક કેન્દ્રએ આપ્યા તપાસના આદેશ

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.