વસ્તુ લેવા જતા સમયે સર્જાય દુર્ઘટના ચાર પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ
Rajkot તા.૧૩ઃ
સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના પલાસા ગામે રહેતો ૩૦ વર્ષ યુવક બાઈક લઈને જતી વેળાએ ગાય સાથે અકસ્માત થયો હતો ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ટૂંકી સારવાર દરમિયાન તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. થાનગઢ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અંગે યુવક થાનગઢ વસ્તુ લેવા જતા સમયે દુર્ઘટના સર્જાય હતી.
આ અંગે મળતી માહિતી મુજબ એક તરફ દિવાળીના પર્વની ઉજવણીમાં બીજી તરફ અકસ્માતના અનેક બનાવો સામે આવ્યા છે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના પલાસા ગામે રહેતો યુવક રાજુભાઈ ગોવિંદભાઈ સારલા ઉંમર વર્ષ ૩૦ વર્ષીય યુવક ગત તા ૯ ને બપોરે ૨ વાગ્યા આસપાસ બાઈક લઈને જતો હતો ત્યારે ગાય સાથે બાઈક અથડાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી ૧૦૮ મારફતે તાત્કાલિક પ્રથમ ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેનું ટુંકુ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો ઘટનાની જાણ હતા થાનગઢ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક યુવક બાઈક લઈને વસ્તુ લેવા જતા સમયે દુર્ઘટના સર્જાય હતી ત્રણ ભાઈ એક બેન માં મોટા અને સંતાનમાં ચાર પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

