મનડાસર ગામનો રોહિત કટુડીયા અને દશરથ કટુડીયાના અકાળે મોતથી પરિવારમાં હૈયાફાટ રુદન
Rajkot તા.૧૩ઃ
મુળી પાસે વિરપર ચોકડી નજીક બાઇક લઈને નવા વર્ષે સુરાપુરા દાદાની ડેરીએ દર્શન કરવા જતા બે સગીર પિતરાઈ ભાઈઓના નું રીક્ષા સાથે અકસ્માતમાં સર્જાયો હતો બે સગીરોના અકાળે મોતથી મનડાસર ગામમાં ગમગીની છવાઈ હતી.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના થાન તાલુકાના મનડાસર ગામે રહેતા રોહિત દેવાભાઈ કટુડીયા ઉંમર વર્ષ ૧૭ અને તેનો પિતરાઈ દશરથ ઘનશ્યામભાઈ કટુડીયા ઉંમર વર્ષ ૧૬ વર્ષીય સગીર ગઈ તા.૧૦ ના રોજ બપોરે ૧ વાગ્યાં આસપાસ બાઇક પર જઈ રહ્યા હતા. બાઈક રોહિત ચલાવતો હતો. દરમ્યાન મુળી પાસે વિરપર ચોકડી નજીક સામેથી આવતી રીક્ષા સાથે અકસ્માત સર્જાતા બંનેને ગંભીર ઇજા થઈ હતી. રોહિતનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે દશરથને તત્કાલ થાન સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
અહીં સારવાર દરમ્યાન તા. ૧૦ના રોજ સાંજે ૬ વાગ્યાં આસપાસ દશરથે પણ સારવારમાં દમ તોડી દીધો હતો. મુળી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયા હતા. પરિવારજનોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને પિતરાઈ ભાઈઓ બેસતા વર્ષે સરા પાસે વેલાળા ગઈ આવેલા સુરાપુરા દાદાની ડેરીએ દર્શન કરવા જતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી રોહિત ૨ ભાઈમાં નાનો હતો. તે ૧૦મુ ભણી શાળા છોડી દીધી હતી અને ખેતીમાં પરિવારને મદદ કરવાતો હતો. જ્યારે દશરથ ૨ ભાઈમાં નાનો હતો અને તે હાલ ૧૧મું ધોરણ ભણતો હતો. દિવાળી બેસતા વર્ષના તહેવાર નિમિત્તે જ એક જ પરિવારના બે સગીર ભાઈઓના અકાળે મોત નીપજતા ભારે કલ્પાંત છવાયો હતો. આ અંગે મુળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

