Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    વ્યાપાર

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Nikhil Bhatt

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    આજના ઝડપથી બદલાતા નાણાકીય વાતાવરણમાં ભારતીય શેરબજાર એક તરફ વૈશ્વિક પડકારો અને બીજી તરફ સ્થાનિક આર્થિક મજબૂતીના દ્વિમુખી પ્રવાહમાંથી પસાર થઈ રહ્યું છે. ટૂંકા ગાળે બજારમાં અસ્થિરતા અને ઊંચા સ્તરે નફાવસૂલી જોવા મળી રહી છે, જ્યારે લાંબા ગાળે ભારતીય અર્થતંત્રના પાયા ખૂબ જ મજબૂત જણાય છે.

    વૈશ્વિક પરિબળો :-

    વૈશ્વિક બજારોમાંથી મળતા સંકેતો ભારતીય બજારની ટૂંકા ગાળાની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમેરિકન બજાર અને વ્યાજદરની અનિશ્ચિતતા તરીકે જોઈએ તો યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રાખવાની શક્યતાને કારણે વૈશ્વિક રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે. અમેરિકાના આઈટી અને ટેકનોલોજી શેરોમાં જોવા મળતી નફાવસૂલીની સીધી અસર અન્ય ઉભરતા બજારો પર પડે છે.

    જો અમેરિકામાં વ્યાજદર ઊંચા રહે, તો બોન્ડ યીલ્ડ અને યુ.એસ. ડોલર મજબૂત થાય છે પરિણામે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારોમાંથી નાણાં પાછા ખેંચીને અમેરિકન ડેટ માર્કેટ તરફ વાળી શકે છે. સાથે સાથે ક્રુડ ઓઈલના ભાવ અને ભૌગોલિક તણાવ તરીકે મધ્યપૂર્વ માં વધતા ભૌગોલિક તણાવને કારણે પુરવઠામાં ખલેલ પહોંચવાની ચિંતા રહે છે. ભારત તેની જરૂરિયાતનું ૮૦% થી વધુ ક્રુડ ઓઈલ આયાત કરે છે તેથી તેલના ભાવ વધવાથી દેશનું આયાત બિલ અને વેપાર ખાધ વધે છે.

    ચીન, જાપાન, હોંગકોંગ અને દક્ષિણ કોરિયાના બજારોનું અસ્થિર વલણ એશિયાઈ ક્ષેત્રમાં સેન્ટિમેન્ટ નબળું પાડે છે. ખાસ કરીને ચીનની આર્થિક રિકવરી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વૈશ્વિક મેટલ અને કોમોડિટી માર્કેટ માટે નિર્ણાયક સાબિત થાય છે.

    સ્થાનિક પરિબળો :-

    વૈશ્વિક પ્રતિકૂળતાઓ છતાં ભારતીય શેરબજારને કડાકાથી બચાવવા માટે સ્થાનિક આર્થિક પાયા મજબૂત ઢાલ બનીને ઊભા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને SIP નો નાણાપ્રવાહ તરીકે ભારતીય સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા દર મહિને આવતું મજબૂત રિટેલ ફંડ બજારને મોટો આધાર પૂરો પાડે છે.

    વિદેશી સંસ્થાઓની વેચવાલી સામે સ્થાનિકની સતત ખરીદી બજારને મોટા તૂટવાથી બચાવે છે. સરકારી મૂડી ખર્ચ અને માળખાકીય વિકાસ જોઈએ તો સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, ડિફેન્સ અને રસ્તાઓના નિર્માણ માટે મૂડી ખર્ચમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ ખર્ચથી દેશમાં રોજગારી અને ઔદ્યોગિક ઉત્પાદનને વેગ મળે છે.

    ભારતીય બેન્કિંગ સિસ્ટમની સંપત્તિની ગુણવત્તામાં સુધારો થયો છે અને NPA ના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. કોર્પોરેટ અને રિટેલ ધિરાણ માંગ મજબૂત હોવાથી બેન્કિંગ ક્ષેત્ર આર્થિક વૃદ્ધિનું એન્જિન બન્યું છે. દેશમાં મધ્યમ વર્ગની વધતી આવક અને તહેવારોની માંગને કારણે એફએમસીજી, ઓટોમોબાઈલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે વપરાશ જળવાઈ રહ્યો છે.

    મોંઘવારી, કરન્સી અને વિવિધ સેક્ટર્સ પર અસર :-

    વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની જુદા જુદા ઉદ્યોગો પર સકારાત્મક તેમજ નકારાત્મક એમ બંને પ્રકારની અસરો જોવા મળે છે. મોંઘવારી અને રૂપિયાના દબાણની વાત કરીએ તો, ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે આયાત આધારિત કાચા માલનો ખર્ચ વધી જાય છે, જે સીધી રીતે કોર્પોરેટ કંપનીઓના પ્રોફિટ માર્જિન પર દબાણ ઊભું કરે છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને લીધે પરિવહન ખર્ચ વધતાં ફુગાવો (Inflation) વધે છે, જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માટે વ્યાજદરમાં ઘટાડો કરવાનું મુશ્કેલ બની જાય છે.

    વિવિધ સેક્ટર્સ પર આ પરિબળોની અલગ-અલગ અસર પડે છે જેમ કે…

    ઓટો, પેઇન્ટ્સ અને કેમિકલ્સ માં જોઈએ તો ક્રુડ ઓઈલ અને તેના ડેરિવેટિવ્ઝનો કાચા માલ તરીકે ઉપયોગ થતો હોવાથી ખર્ચ વધતાં આ સેક્ટર્સ દબાણ હેઠળ રહે છે. આઈટી અને નિકાસ ક્ષેત્રે નબળા રૂપિયાને કારણે વિદેશી આવકનું મૂલ્ય રૂપિયામાં વધતું હોવાથી આ સેક્ટરને સાપેક્ષ લાભ થાય છે. કેપિટલ ગુડ્સ અને સિમેન્ટમાં સરકારી મૂડી ખર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સીધો ફાયદો મળવાને કારણે આ ક્ષેત્રો પર સકારાત્મક અસર જોવા મળે છે સાથે સાથે બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ, મજબૂત બેલેન્સ શીટ અને નિયંત્રિત ખરાબ લોનને લીધે આ ક્ષેત્ર મજબૂત આધાર ધરાવે છે. અને મેટલ્સ ક્ષેત્રની સ્થિતિ અસ્થિર રહે છે કારણ કે તેનો આધાર ચીનની માગ અને વૈશ્વિક કોમોડિટીના ભાવ પર રહેલો છે.

    ભાવિ દિશા :-

    આગામી દિવસોમાં બજાર એકતરફી ઉપર કે નીચે જવાની જગ્યાએ વિશાળ રેન્જમાં ટ્રેડ કરી શકે છે. સમગ્ર ઇન્ડેક્સ વધવાને બદલે માત્ર મજબૂત કમાણી ધરાવતા પસંદગીના શેરોમાં જ તેજી જોવા મળશે સાથે સાથે ઊંચા સ્તરે નફાવસૂલી નકારી ના શકાય. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે જ્યારે પણ નિફ્ટી કે સેન્સેક્સ નવા ઊંચા સ્તરે પહોંચશે, ત્યારે પ્રોફિટ બુકિંગનું દબાણ આવી શકે છે.

    મિત્રો, દરેક ઘટાડે સારા ફંડામેન્ટલ સ્ટોકમાં ખરીદીની તક ઊભી થતી હોય છે અને સ્થાનિક નાણાપ્રવાહ મજબૂત હોવાથી બજારમાં મોટો ઘટાડો આવે ત્યારે નીચલા સ્તરે ખરીદીનો ટેકો મળી રહેશે. આગામી સમયમાં જે કંપનીઓ અપેક્ષા કરતાં સારા આવક અને નફાના આંકડા જાહેર કરશે, ત્યાં જ રોકાણકારોનો રસ જળવાઈ રહેશે.

    રોકાણકારો માટે યોગ્ય વ્યૂહરચના જોઈએ તો

    આવા અસ્થિર વાતાવરણમાં મૂડી સુરક્ષિત રાખીને વળતર મેળવવા માટે રોકાણકારોએ નીચે મુજબની વ્યૂહરચના અપનાવવી જોઈએ…

    બજાર જ્યારે સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે એકસાથે મોટી રકમનું રોકાણ કરવાથી બચવું. તબક્કાવાર રોકાણ તરીકે સારી ગુણવત્તાવાળા શેરોમાં બજારના દરેક ઘટાડા વખતે થોડા-થોડા પ્રમાણમાં રોકાણ કરવું જોઈએ. મજબૂત ફંડામેન્ટલ્સ પર ધ્યાન આપી ઊંચું દેવું ધરાવતી કે નબળા પ્રોફિટ માર્જિન વાળી કંપનીઓથી દૂર રહીને મજબૂત બેલેન્સ શીટ, ઉત્તમ કેશ ફ્લો અને અનુભવી મેનેજમેન્ટ ધરાવતી કંપનીઓ પસંદ કરવી. તમામ નાણાં કોઈ એક સેક્ટરમાં રોકવાને બદલે બેન્કિંગ, આઈટી, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી જેવા વિવિધ ક્ષેત્રોમાં સંતુલિત રીતે વહેંચવા.જોખમ વ્યવસ્થાપન તરીકે ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે યોગ્ય સ્ટોપલોસ રાખવો અને બિનજરૂરી લીવરેજ એટલે કે ઉધાર નાણાંથી ટ્રેડિંગ લેવાનું ટાળવું.

    મિત્રો, ભારતીય શેરબજાર હાલમાં વૈશ્વિક પવનની વિપરીત દિશા અને સ્થાનિક આર્થિક મજબૂતીના સંયોજન વચ્ચે ટ્રેડ કરી રહ્યું છે. જો ક્રુડ ઓઈલના ભાવ ઘટશે, રૂપિયો સ્થિર થશે અને વિદેશી સંસ્થાઓની વેચવાલી અટકશે, તો બજારમાં ફરીથી નવી તેજીની સરસાઈ જોવા મળી શકે છે. લાંબા ગાળાના રોકાણકારો માટે ભારતનો ગ્રોથ સ્ટોરી અકબંધ છે તેથી ટૂંકા ગાળાની અસ્થિરતાથી ગભરાયા વગર શિસ્તબદ્ધ રોકાણ ચાલુ રાખવું એ જ સૌથી યોગ્ય માર્ગ છે.

    તા.૦૫.૧૦.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે… 

    • નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૨૫૨૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૨૭૨ પોઇન્ટના પ્રથમ અને ૨૨૨૦૨ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૨૨૬૦૬ પોઇન્ટથી ૨૨૬૭૬ પોઇન્ટ, ૨૨૭૩૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૭૩૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • એસબીઆઈ ( ૯૬૬ ) :- બેંકિંગ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૬૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૩૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૭૯ થી રૂ.૯૮૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • હિન્દાલ્કો ( ૯૩૭ ) :- મેટલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૫૪ થી રૂ.૯૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • મેક્સ હેલ્થકેર ( ૯૨૩ ) :- હેલ્થકેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૯૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૩૯ થી રૂ.૯૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એચડીએફસી બેંક ( ૭૧૭ ) :- રૂ.૬૯૦ નો પ્રથમ સપોર્ટથી પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૩૩ થી રૂ.૭૨૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • એસબીઆઈ કાર્ડ્સ ( ૫૭૯ ) :- રૂ.૫૬૩ ના પ્રથમ સપોર્ટથી ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૯૪ થી રૂ.૬૦૬ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • જુબિલન્ટ ફૂડવર્ક્સ ( ૪૫૦ ) :- રેસ્ટોરન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૩૪ ના પ્રથમ સપોર્ટથી રૂ.૪૬૪ થી રૂ.૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • કોલ ઇન્ડિયા ( ૪૨૧ ) :- મેટલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૯૭ ના પ્રથમ સપોર્ટથી રૂ.૪૩૪ થી રૂ.૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • આરબીએલ બેંક ( ૪૧૫ ) :- ઓઇલ અને ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૪૩૪ થી રૂ.૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઇન્ડસ ટાવર ( ૩૮૩ ) :- ટેલિકોમ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૩૯૭ થી રૂ.૪૦૯ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • નેશનલ એલ્યુમિનિયમ ( ૩૩૭ ) :- મેટલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૨૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૩૪૯ થી રૂ.૩૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    Next Article આજનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026
    વ્યાપાર

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026
    વ્યાપાર

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    વ્યાપાર

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026
    વ્યાપાર

    Stock Market સકારાત્મક છતાં અસ્થિરતા યથાવત, વૈશ્વિક પરિબળો પર નજર…!!!

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 22:54
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026

    Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.