Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!
    • રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
    • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે
    • દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel
    ગુજરાત

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મના મંત્ર સાથે વિકાસની રાજનીતિ અને પોલિટિક્સ ઓફ પર્ફોર્મન્સનો નવો અધ્યાય શરૂ કર્યો: Cm Bhupendra Patel

    Cm Bhupendra Patel પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને રાષ્ટ્ર માટે સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમની અવિરત જનસેવા, રાષ્ટ્ર સમર્પણ અને નિર્ણાયક નેતૃત્વને બિરદાવતાં જણાવ્યું હતું કે, આ ૨૫ વર્ષ સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા છે, તેમાં સત્તા નહીં, સેવા અને રાષ્ટ્ર પ્રથમનો મંત્ર શાસનના કેન્દ્રમાં રહ્યો છે.

    મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં  નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને પ્રવકતા મંત્રી શ્રી જીતુ ભાઇ વાઘાણી સાથે પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ બદલ ગુજરાતની જનતા-જનાર્દન વતી હૃદયપૂર્વક અભિનંદન  પાઠવ્યા હતા.

    તેમણે કહયું કે નાગરિક દેવો ભવનો ભાવ, જનકલ્યાણની ભાવના, સ્પષ્ટ વિઝન અને દૃઢ સંકલ્પ સાથે પડકારોને તકમાં પરિવર્તિત કરવાની વડાપ્રધાનશ્રીની કાર્યશૈલીએ ગુજરાત સહિત સમગ્ર દેશના વિકાસને આગવી દિશા આપી છે.

    મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ૨૦૦૧ની ૭મી ઓક્ટોબરે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાસન સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે પડકારોનો સામનો કરી રહેલા ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામેગામ વીજળી, નર્મદા કેનાલ નેટવર્ક દ્વારા પાણીની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ મળ્યો. ૨૦૦૩માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટે ગુજરાતને વૈશ્વિક રોકાણના નકશા પર આગવી ઓળખ અપાવી હોવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતની વિકાસયાત્રાની સફળતાને પગલે દેશવાસીઓએ પણ ૨૦૧૪માં તેમના નેતૃત્વને પ્રચંડ સમર્થન આપ્યું હતું. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં દેશનો વિશ્વાસ સંપાદિત કરીને તેઓ પ્રધાનસેવક તરીકે સેવારત રહ્યાં. એટલું જ નહિ, તેમણે વિકાસની રાજનીતિ-પોલિટિક્સ ઓફ પર્ફોર્મન્સની નવી કેડી કંડારી છે.

    મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી માટે વિકાસ એટલે માત્ર રસ્તા, પુલ અને ઉદ્યોગોનું નિર્માણ નહીં, પરંતુ સમાજના છેવાડાના માનવીના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવું છે. તે જ વિકાસ ગરીબ કલ્યાણ મેળા, આવાસ, સ્વચ્છતા, ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝન અને આરોગ્ય સુરક્ષા જેવી પહેલો દ્વારા સરકારી યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી સીધા પહોંચાડવાનો અભિગમ તેમણે અપનાવ્યો છે.

    ખેડૂતોને દેશના વિકાસના ભાગીદાર બનાવવા – જેવી યોજનાઓ, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અને મહિલાઓના સશક્તિકરણ માટે ઉજ્જવલા યોજના તથા મહિલાઓને નિર્ણય પ્રક્રિયામાં વધુ ભાગીદારીના પ્રયાસો સમાજના સર્વાંગી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ બન્યા હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

    તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સફળ થયેલી વિકાસલક્ષી અનેક પહેલોને રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનકલ્યાણને નવી ઊંચાઈ આપી છે. માં અમૃતમથી આયુષ્માન ભારત, જ્યોતિગ્રામથી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, નિર્મળ ગુજરાતથી સ્વચ્છ ભારત મિશન, જલમંદિરથી અમૃત સરોવર અને કન્યા કેળવણીથી બેટી બચાવો, બેટી પઢાવો ઉપરાંત ખેલ મહાકુંભથી ખેલો ઇન્ડિયા સુધીની યાત્રાએ રમતગમતને પણ નવી દિશા આપી હોવાનું જણાવ્યું હતું.

    ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના વિઝનથી સાકાર થઈ રહેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્‌સનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા રેલ અને એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ્‌સ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, દાહોદનું રેલવે લોકોમોટિવ ઉત્પાદન એકમ, વડોદરામાં સંરક્ષણ ક્ષેત્રે વિમાન ઉત્પાદન,  સિટીમાં  અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ જેવી પહેલો ગુજરાતના આર્થિક વિકાસને નવી ગતિ આપી રહી છે.

    કચ્છના ખાવડામાં હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક, ભાવનગરમાં  ટર્મિનલ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં થઈ રહેલા વિકાસથી રાજ્ય આધુનિક ટેકનોલોજી, સ્વચ્છ ઊર્જા અને ઉદ્યોગોના નવા કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે. સેમિકન્ડક્ટર મિશન હેઠળ ૬ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્‌સથી ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધુ છે.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ મહામારી દરમિયાન સ્વદેશી રસી વિકાસાવીને અન્ય દેશોને પણ પહોંચાડીને શ્રી મોદી સાહેબે વૈશ્વિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વસુધૈવ કુટુંબકમની ભાવના અને પર્યાવરણ સંરક્ષણ સાથે વિકાસના સંતુલનનો સંદેશ આપીને વિશ્વમંચ પર ભારતની આગવી ઓળખ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુ મજબૂત કરી છે.

    તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીનું નેતૃત્વ દેશની યુવા શક્તિમાં આત્મવિશ્વાસ, નવીનતા અને કૌશલ્યનો સંચાર કરી રહ્યું છે. આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે દેશ વૈશ્વિક સ્તરે નવી તકો ઊભી કરી રહ્યો છે અને વિકસિત ભારત-૨૦૪૭ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્રથી વિકસિત ભારત-૨૦૪૭ના નિર્માણ માટેનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ બને તેવું આહવાન તેમણે કર્યું હતું.

    CM Bhupendra Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરાજ્યપાલ Acharya Devvrat ગુંદા ગામમાં પ્રગતિશીલ ખેડૂતના ઘરે ગાયનું દોહન કરી ખેડૂતો સાથે કર્યો સંવાદ
    Next Article દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ગુજરાત કબડ્ડી લીગ માટે Ahmedabad હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ; કબડ્ડીને ગુજરાતમાં નવી ઓળખ અપાવવાનો સંકલ્પ

    October 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: બોસના નામે મેસેજ કરી ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવ્યા

    October 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો

    October 9, 2026
    મુખ્ય સમાચાર

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026
    અમદાવાદ

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,160
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,150
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 22:30
    Categories
    Latest News

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026

    રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

    October 9, 2026
    Search
    Main News

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.