Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!
    • રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
    • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે
    • દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન
    લેખ

    દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાથી તેજસ્વી દીકરીઓના ઉચ્ચ Educationને મળી રહ્યું આર્થિક પીઠબળ અને પ્રોત્સાહન

    વઢવાણની દીકરી માહી પાટડિયાની પ્રતિભાને મળ્યું પ્રોત્સાહન, CET મેરિટમાં સ્થાન મેળવી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી

    વિશેષ અહેવાલ- ભાવિકા લીંબાસીયા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર

    જ્યાં દીકરીના હાથમાં પુસ્તક આવે છે, ત્યાં પરિવારના ભવિષ્યને નવી દિશા મળે છે અને જ્યાં દીકરી શિક્ષણ સાથે આગળ વધે છે, ત્યાં સમાજ પ્રગતિની નવી ઊંચાઈ સર કરે છે. ગુજરાતમાં દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણને પ્રાથમિકતા આપતી સરકારી પહેલોના સકારાત્મક પરિણામો આજે અનેક દીકરીઓની સફળતામાં જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા બેટી બચાવો, બેટી પઢાવો જેવા રાષ્ટ્રીય અભિયાનથી દીકરીઓના શિક્ષણ અંગે જાગૃતિને વેગ મળ્યો છે. રાજ્ય સરકારની શૈક્ષણિક યોજનાઓએ આ પ્રયાસોને વધુ મજબૂત બનાવ્યા છે.

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાની પે સેન્ટર શાળા નંબર-૧૨માં અભ્યાસ કરતી પાટડિયા માહી હિરેનભાઈ આવી જ એક તેજસ્વી દીકરી છે. ધોરણ-૫માં અભ્યાસ કરતી વેળાએ જ માહીએ અભ્યાસ પ્રત્યેની લગન, બુદ્ધિપ્રતિભા અને મહેનતથી શિક્ષકો તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. પોતાની પ્રતિભાને યોગ્ય તક મળે તો દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરી શકે છે, તેનું માહીનું ઉદાહરણ પ્રેરણારૂપ બની રહ્યું છે.

    માહીના શૈક્ષણિક વિકાસમાં ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતી બેટી બચાવો, બેટી પઢાવો પહેલે દીકરીઓને શિક્ષણ સાથે જોડવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે. શિક્ષણને પરિવારની જવાબદારીની સાથે સામાજિક વિકાસનું સાધન બનાવવાના આ પ્રયાસોથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે.

    આ શૈક્ષણિક સફરમાં માહી માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના મહત્ત્વપૂર્ણ સોપાન બની છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ઈઊઝ)માં માહીએ પોતાની પ્રતિભાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેરિટ યાદીમાં સ્થાન મેળવી, શિષ્યવૃત્તિ માટે પસંદગી મેળવી. રાજ્ય સરકારની આ યોજના ધોરણ-૧થી ૫ સુધી સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-૬થી ૧૨ સુધી ગુણવત્તાસભર શિક્ષણ માટે પ્રોત્સાહન આપે છે.

    યોજનાની પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક ઈઊઝ પરીક્ષાના મેરિટના આધારે થાય છે. રાજ્યના પ્રથમ ૩૦ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદગીનો લાભ મળે છે. સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરતા પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ધોરણ-૬થી ૮ દરમિયાન વાર્ષિક રૂ. ૨૦ હજાર, ધોરણ-૯ અને ૧૦માં રૂ. ૨૨ હજાર તથા ધોરણ-૧૧ અને ૧૨માં રૂ. ૨૫ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ ચાલુ રાખનારા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ તથા બસ પાસ સાથે ધોરણ-૬થી ૮માં વાર્ષિક રૂ. ૫ હજાર, ધોરણ-૯ અને ૧૦માં રૂ. ૬ હજાર તથા ધોરણ-૧૧ અને ૧૨માં રૂ. ૭ હજારની પ્રોત્સાહક સહાય મળે છે.

    યોજનાની પારદર્શક વ્યવસ્થામાં શિષ્યવૃત્તિની રકમ સીધી વિદ્યાર્થીના આધાર-લિંક્ડ બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ઉઇઝ) મારફતે જમા કરવામાં આવે છે. આ વ્યવસ્થા વિદ્યાર્થીઓ સુધી સહાય સરળતાથી પહોંચાડે છે અને શિક્ષણ માટેની આર્થિક જરૂરિયાતને ટેકો આપે છે.

    શિષ્યવૃત્તિ મળ્યા બાદ આનંદ વ્યક્ત કરતાં માહી પાટડિયા જણાવે છે કે, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ મળવાથી મને આગળના અભ્યાસ માટે પ્રેરણા સાથે આર્થિક ટેકો મળ્યો છે. આ યોજના થકી હું નિશ્ચિંત બનીને આગળનો અભ્યાસ ઉત્સાહપૂર્વક કરી શકીશ. દીકરીઓના શિક્ષણ માટે સહયોગ આપવા બદલ હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.

    માહીની સફળતા એક વ્યક્તિગત સિદ્ધિની સાથે શિક્ષણ ક્ષેત્રે સરકારના પ્રયાસોની અસરકારકતાનું પ્રતિબિંબ છે. દીકરીઓને શિક્ષણની સમાન તક, આર્થિક સહાય અને યોગ્ય માર્ગદર્શન મળે ત્યારે તેમની પ્રતિભાને નવી ઉડાન મળે છે. ગુજરાતમાં આજે અનેક દીકરીઓ અભ્યાસ, વિજ્ઞાન, રમતગમત, કલા, ટેકનેલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી રહી છે.

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી પ્રેરિત પ્રયાસો અને ગુજરાત સરકારની શૈક્ષણિક યોજનાઓના સંકલિત પરિણામે દીકરીઓના શિક્ષણ પ્રત્યે સમાજની વિચારસરણીમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. માહી જેવી તેજસ્વી દીકરીઓના સપનાઓને આર્થિક સહાય, શિક્ષણની તક અને પ્રોત્સાહનનું પીઠબળ મળતાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને નવી શક્તિ મળી રહી છે. શિક્ષિત દીકરી આજે પોતાના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે અને આવતી પેઢીના વિકાસનો પાયો મજબૂત કરે છે.

    Education
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel
    Next Article આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    આજે Bhadarva વદ અમાસ-સર્વપિતૃ અમાવસ્યા એ પિતૃપક્ષ-શ્રાદ્ધ પક્ષનો અંતિમ અને સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ

    October 9, 2026
    લેખ

    Indian Economyના ચાલકબળ પ્રવાસન ક્ષેત્રની નવી ક્ષિતિજો

    October 9, 2026
    મનોરંજન

    નટસમ્રાટ નાના પાટેકર: જીવન, સંઘર્ષ અને અનન્ય સફર

    October 8, 2026
    લેખ

    Dumping sitesના પહાડો થશે અદ્રશ્યઃ ઘરઆંગણે ભીના કચરાનું ગ્રાઇન્ડિંગ અને ઓર્ગૅનિક ખાતર નિર્માણ એક ક્રાંતિકારી ઉકેલ

    October 7, 2026
    લેખ

    સત્ય-અહિંસા અને આધ્યાત્મિકતાના પ્રતિક- Mahatma Gandhi

    October 1, 2026
    લેખ

    ગરબે ઘૂમતી ગુર્જર ગાથાઃ Navratriના નાદમાં ધબકતું ગુજરાત

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,090
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,230
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 22:00
    Categories
    Latest News

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026

    રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

    October 9, 2026
    Search
    Main News

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.