સરકારી કંપનીઓ દ્વારા ભાવ સ્થિર રાખવામાં આવતા અન્ય મેટ્રો શહેરો સરખામણીમાં ગ્રાહકોને થોડી રાહત મળી
નવી દિલ્હી, તા.૧૨
રોજિંદી મુસાફરી કરતા લોકો માટે ખિસ્સા પર વધુ એક બોજ વધ્યો છે. નાયરા બાદ હવે વધુ એક ખાનગી ઈંધણ કંપનીએ Petrol અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમર્થિત ર્ત્નૈ-હ્વ એ પેટ્રોલની કિંમતમાં ૫ પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં ૩ પ્રતિ લિટર નો વધારો કર્યો છે. આ નવા દરો રવિવાર, ૧૧ ઓક્ટોબરથી સવારે ૬ વાગ્યાથી અમલમાં આવી ગયા છે.પશ્ચિમ એશિયા માં ચાલી રહેલા તણાવ અને હોર્મૂઝની ખાડી થી ઓઇલ સપ્લાય ઠપ થવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે.
ગ્લોબલ માર્કેટમાં કાચા તેલના ભાવ ઊંચા રહેવાને કારણે માર્કેટિંગ માર્જિન પર દબાણ વધ્યું છે, જેના કારણે ખાનગી કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૩ ઓક્ટોબરે અન્ય ખાનગી ઓઇલ કંપની નાયરા એનર્જી એ પણ પેટ્રોલ-ડીઝલમાં આટલો જ ભાવવધારો કર્યો હતો.એક તરફ ખાનગી રિટેલર્સ ભાવ વધારી રહ્યા છે, ત્યારે દેશની સરકારી ઓઇલ કંપનીઓ—ૈંહઙ્ઘૈટ્ઠહર્ ૈંઙ્મ, મ્ઁઝ્રન્ અને ૐઁઝ્રન્ દ્વારા હાલમાં રેગ્યુલર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.દિલ્હીમાં પેટ્રોલ ૧૦૨.૧૨ અને ડીઝલ ૯૫.૨૦ પ્રતિ લિટર છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ ૧૧૧.૨૧ અને ડીઝલ ૯૭.૮૩ પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. સરકારી કંપનીઓ દ્વારા ભાવ સ્થિર રાખવામાં આવતા અન્ય મેટ્રો શહેરોની સરખામણીમાં ગ્રાહકોને થોડી રાહત મળી છે, પરંતુ ખાનગી પંપો પર મોંઘવારીનો માર યથાવત છે.

