New Delhi, તા.૧૪
ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તેની કોચિંગ કારકિર્દીના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. આગામી ૈંઁન્ સીઝન માટે તેની દિલ્હી કેપિટલ્સના સહાયક અને બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે તે સૌરવ ગાંગુલી સાથે ફરી એકવાર મેદાન પર જોવા મળશે. યુવરાજ સિંહ અગાઉ ખેલાડી તરીકે દિલ્હીની ટીમનો ભાગ રહી ચૂક્યો છે, પરંતુ આ વખતે તે એક નવી ભૂમિકામાં ટીમ સાથે જોડાઈ રહ્યો છે. ભારતના ૨૦૦૭ની ્૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ની વન-ડે વર્લ્ડ કપમાં જીતના હીરો રહેલો યુવરાજ સિંહ આ ફ્રેન્ચાઇઝી સાથે પોતાની ૈંઁન્ કોચિંગ કારકિર્દી શરૂ કરી રહ્યો છે. દિલ્હી ફ્રેન્ચાઇઝી સાથે તેનો લાંબો નાતો રહ્યો છે.
વર્ષ ૨૦૧૫માં દિલ્હી કેપિટલ્સે જે તે સમયે દિલ્હી ડેયરડેવિલ્સ તરીકે ઓળખાતી હતી યુવરાજ સિંહને રૂ.૧૬ કરોડની રેકોર્ડ રકમમાં ખરીદ્યા હતો. આ કિંમત સાથે યુવરાજ સિંહ તે સમયે ૈંઁન્ના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. આ નવી ભૂમિકા અંગે ખુશી વ્યક્ત કરતા યુવરાજે કહ્યું કે, હું દિલ્હી કેપિટલ્સ સાથે મારા જીવનનો નવો અધ્યાય શરૂ કરવા માટે અત્યંત ઉત્સાહિત છું. આ ફ્રેન્ચાઇઝી સાથે મારો લાંબા સમયથી સંબંધ છે અને હું તેના માલિકોને સારી રીતે ઓળખું છું, જેના કારણે આ મારા માટે એક વિશેષ તક છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે તે દાદા સાથે કામ કરવા માટે પણ ખૂબ આતુર છે, જે આ વખતે કોચ તરીકે ટીમ સાથે જોડાયેલા છે.
જોકે કોઈ ફ્રેન્ચાઇઝી સાથે કોચિંગમાં યુવરાજની આ પ્રથમ ભૂમિકા છે, તેમ છતાં તે લાંબા સમયથી અભિષેક શર્મા અને શુભમન ગિલ જેવા અનેક યુવા અને ઉભરતા ભારતીય બેટ્સમેનોને માર્ગદર્શન આપી રહ્યો છે. ખાસ કરીને અભિષેક શર્મા સાથેના તેના તાલમેલે વિશેષ ધ્યાન ખેંચ્યું છે. શર્માએ પોતાની આક્રમક બેટિંગ સ્ટાઈલ દ્વારા ્૨૦ ફોર્મેટમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

