Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?

    October 18, 2026

    રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!

    October 18, 2026

    આજનું રાશિફળ

    October 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
    • રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
    • આજનું રાશિફળ
    • Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
    • Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
    • Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
    • દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
    અમરેલી

    Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ

    Vikram RavalBy Vikram RavalOctober 17, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્વસ્થ થતાં જ માતાના ખોળા સમાન જંગલમાં પરિવાર સાથે કરાવાયું સુખદ પુનઃમિલન

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૧૭ઃ

    અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાંથી વન્યજીવ પ્રેમીઓના હૃદયને સ્પર્શી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. આશરે બે મહિના પહેલાં ખાંભા તાલુકાના ધૂંધવાણા ગામની એક વાડીમાંથી જીવનની આશા લગભગ ગુમાવી ચૂકેલી હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષના સિંહબાળને વન વિભાગની સતત સારવાર અને કાળજીથી નવજીવન મળ્યું છે. સિંહબાળ ફરીથી હરીફરી શકવા અને સ્વસ્થ જીવન જીવવા સક્ષમ બનેલા આ સિંહબાળને નવરાત્રિના પાવન પ્રસંગે તેની માતા સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. બે મહિનાની સારવાર, સંભાળ અને સંઘર્ષ બાદ માતાના સાનિધ્યમાં પરત ફરેલા સિંહબાળની આ કહાની માત્ર વન વિભાગની કામગીરીની સફળતા નથી, પરંતુ માતાની મમતા અને વન્યજીવ સંરક્ષણના માનવીય અભિગમનું હૃદયસ્પર્શી ઉદાહરણ બની છે.

    પ્રાપ્ત વિગતો મુજબ, ખાંભા તાલુકાના ધૂંધવાણા ગામની એક વાડીમાં આશરે બે વર્ષનું સિંહબાળ અત્યંત નબળી હાલતમાં મળી આવ્યું હતું. તેની સ્થિતિ એવી હતી કે તે પોતાના પગ પર ચાલી પણ શકે તેમ ન હતું. જંગલમાં સ્વતંત્ર રીતે જીવન જીવતા વનરાજના પરિવારના આ નાનકડા સભ્યની આવી હાલત જોઈ વન વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

    આ સમયે વન વિભાગના કર્મચારીઓ સાથે ગ્રામ જનોએ પણ માનવતાભર્યો સહયોગ આપ્યો હતો. પિંજરું જાતે ઊંચકી અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સ્થળ સુધી પહોંચાડવામાં આવ્યું હતું અને સિંહબાળને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું.

    રેસ્ક્યુ બાદ સિંહબાળને સારવાર માટે આંબરડી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. અહીં પશુચિકિત્સકો અને સંભાળ રાખતા કર્મચારીઓએ તેની સારવારમાં કોઈ કચાશ રાખી નહોતી. સતત દેખરેખ, સારવાર અને કાળજીના પરિણામે ધીમે ધીમે સિંહબાળની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો. જે સિંહબાળ એક સમયે ચાલી પણ શકતું નહોતું, તે બે મહિનાની સારવાર બાદ ફરીથી સ્વસ્થ બન્યું હતું.

    આ સમયગાળા દરમિયાન સિંહબાળને સ્વસ્થ બનાવી ફરી કુદરતી વાતાવરણમાં પરત મોકલવાની આશા સાથે વન વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. સિંહબાળની તબિયતમાં સુધારો થતાં તેને પોતાના પરિવાર સાથે ફરી જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    ગીર પૂર્વ વન વિભાગની તુલસીશ્યામ (ખાંભા) રેન્જ હેઠળના કોઠારિયા રાઉન્ડના ધૂંધવાણા રેવન્યુ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલા આ સિંહબાળને આખરે તેની માતા સાથે પુનઃમિલન કરાવવામાં સફળતા મળી છે. તુલસીશ્યામ રેન્જ અને ખાંભા વન વિભાગના સંકલિત પ્રયાસોથી બે મહિનાની સારવાર બાદ સિંહબાળને તેના પરિવાર સુધી પરત પહોંચાડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.

    પાવન પ્રસંગે માતા અને સિંહબાળનું આ મિલન પ્રકૃતિપ્રેમીઓ માટે આનંદ અને લાગણીનો વિષય બન્યું છે. બે મહિના પહેલાં જીવન માટે સંઘર્ષ કરી રહેલું સિંહબાળ આજે ફરી પોતાની માતા અને પરિવારના સાનિધ્યમાં પહોંચ્યું છે. વન વિભાગના કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા, પશુચિકિત્સકોની સારવાર અને ગ્રામજનોના સહયોગથી શક્ય બનેલી આ કામગીરીએ વન્યજીવ સંરક્ષણની સાચી ભાવનાને ઉજાગર કરી છે.

    જંગલના રાજા સિંહના પરિવારના આ નાનકડા સભ્યને નવજીવન મળવાની આ ઘટના સાબિત કરે છે કે વન્ય જીવોના સંરક્ષણ માટે સમયસરની મદદ, સતત સારવાર અને સંવેદનશીલ અભિગમ કેટલો મહત્ત્વનો છે. નવરાત્રિના પાવન પર્વે માતાની મમતા સાથે ફરી જોડાયેલા સિંહબાળની આ કહાની માનવતા અને પ્રકૃતિ વચ્ચેના અતૂટ સંબંધની યાદ અપાવે છે

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
    Next Article Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ

    October 15, 2026
    અમરેલી

    Amreli: સુખનિવાસ કોલોની ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન

    October 15, 2026
    અમરેલી

    Amreli: માનવ જીવનની સુરક્ષા માટે સિંહોનાં ટોળાંને સુરક્ષિત સ્થળે ખસેડવા વનમંત્રીને રજૂઆત

    October 15, 2026
    અમરેલી

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026
    અમરેલી

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    અમરેલી

    Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,450
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,250
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-10-2026 22:51
    Categories
    Latest News

    TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?

    October 18, 2026

    રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!

    October 18, 2026

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026

    Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ

    October 17, 2026
    Search
    Main News

    રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!

    October 18, 2026

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?

    October 18, 2026

    રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!

    October 18, 2026

    આજનું રાશિફળ

    October 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.