ભારતની વધતી ઈંધણ માંગને પહોંચી વળવા અમારી પાસે પૂરતો સ્ટોક : અમેરિકી વિદેશ મંત્રી
New Delhi, તા.૨૧
ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશમંત્રી Marco Rubio અને ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ વચ્ચે ઊર્જા, સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારવા ચર્ચા કરી હતી. Marco Rubioએ જણાવ્યું કે અમેરિકાથી ઊર્જાની આયાત વધારવાથી ભારતની સપ્લાય ચેઈન મજબૂત થશે. રુબિયોએ રશિયન ક્રૂડ ઓઈલ પરની ભારતની નિર્ભરતા વિશે કહ્યું કે ઊર્જાના વિવિધ સ્રોત અપનાવવાની ભારતની ઈચ્છા યોગ્ય છે અને તેમાં અમેરિકા સહયોગ આપી શકે છે. ભારતને વેનેઝુએલાનું ઓઇલ ખરીદવાની ઓફર પણ રુબિયોએ કરી હતી. જામનગરની રિફાઈનરીની મુલાકાત દ્વારા ઊર્જા શક્યતાઓ સમજવાનો તેમનો હેતુ છે.
ભારત-અમેરિકા વચ્ચેનો પ્રસ્તાવિત વેપાર કરાર અંતિમ તબક્કાની નજીક હોવાનું પણ તેમણે જણાવ્યું.મુંબઈમાં Marco Rubio તથા જયશંકરે મધ્યપૂર્વની ઘટનાઓ સહિતના વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી હતી. Marco Rubioએ કહ્યું હતું કે અમેરિકા સાથે ઉર્જા વેપારમાં વૃદ્ધિથી ભારત માટે સપ્લાય ચેઈનના બહુવિધ વિકલ્પો મળવાની રીતે મહત્વના ફેરફાર થઈ શકે છે. આ રીતે રુબિયોએ ભારતને અમેરિકાથી ઈંધણની આયાત વધારવા આગ્રહ કર્યો હતો. રુબિયોેએ બંને દેશો વચ્ચે સંરક્ષણ, શાંતિપૂર્ણ હેતુઓ માટે અણુ ઊર્જાના ઉપયોગ સહિતની બાબતોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી અને ભારત અમેરિકા પાસેથી ટેકનોલોજી અને સિસ્ટમ્સની ખરીદી વધારે તેવી તરફેણ કરી હતી.મુંબઈમાં અમેરિકી સ્વાતંર્ત્યના ૨૫૦ વર્ષની ઉજવણીમાં પણ રુબિયો અને જયશંકરે સાથે હાજરી આપી હતી.
આ પ્રસંગે Marco Rubioએ કહ્યું હતું કે વિશ્વના કોઈ બે દેશ એવા ન હોય કે જેમની વચ્ચે બધી બાબતે સંમતિ જ પ્રવર્તતી હોય પરંતુ મને ખુશી એ વાતની છે કે ભારત જેવા વિશાળ અને બહુ મહત્વના દેશ સાથે અમેરિકા અનેક બાબતે સમાન વિચારો અને નીતિ ધરાવે છે. ભારત અને અમેરિકા બંને પ્રતિભાશાળી એન્જિનિયર્સ, સર્જકો, સંશોધકો, ઉદ્યોગ સાહસિકોની સંખ્યાની બાબતે તથા ટેકનોલોજીના શાંતિમય ઉપયોગોની રીતે સમાન વલણ ધરાવે છે. આ પ્રસંગે જયશંકરે ભારતને વૈશ્વિક સલામતીની બાબતોમાં મળતા અમેરિકાના સહયોગની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારત ત્રાસવાદીઓને જવાબ આપવાનો અધિકાર અબાધિત રાખે છે અને મિત્ર દેશો પાસેથી પણ તે દિશામાં સહકારની અપેક્ષા રાખે છે.
અમેરિકા આ બાબતે હંમેશા ભારતની પડખે ઉભું રહ્યું છે. આજે રુબિયોએ મુંબઈમાં ૨૬/૧૧ના હુમલાના સ્મારકની મુલાકાત લીધી તેમનો તેમણે સવિશેષ આભાર સાથે ઉલ્લેખ કર્યો હતો.અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. ઊર્જા, વેપાર, રોકાણ, સંરક્ષણ અને અદ્યતન ટેકનોલોજી ઉપરાંત પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ વિશે પણ ચર્ચા થઈ રહી છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં સર્જાયેલા મતભેદો દૂર કરીને સહકારના નવા માર્ગો શોધવાનો આ મુલાકાતમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.રુબિયોની આ વર્ષે ભારતની આ બીજી મુલાકાત છે. મુંબઈમાં વિદેશમંત્રી એસ.જયશંકર સાથેની તેમની બેઠકમાં વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા વિશે ચર્ચા થવાની છે.

