હુમલામાં માસૂમ બાળકો અને વૃદ્ધો સહિત ૪૮ લોકોના મોત થયા છે. આતંકવાદી સમૂહે સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા હતા
Abyei, તા.૨૧
Sudanના વિવાદિત અબ્યેઈ વિસ્તારમાં આવેલા એક વ્યસ્ત બજારમાં સોમવારે બપોરના સમયે અચાનક ડ્રોન હુમલો થયો હતો. આ હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્રણ રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલો બજારમાં આવેલા એક ઈંધણ ડેપો પર કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટી હોનારત સર્જાી હતી.અબ્યેઈમાં કાર્યવાહક માહિતી મંત્રી યોહાના અકોલ નગોરે જણાવ્યું હતું કે, આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા પહેલા ૭૩ નોંધાઈ હતી, જે હવે વધીને ૧૫૩ થઈ ગઈ છે. તેમણે કોઈપણ પુરાવા આપ્યા વિના દાવો કર્યો હતો કે આ ડ્રોન હુમલા માટે સુદાનની સેના જવાબદાર છે.
જોકે, આ બાબતે જ્યારે Sudan સશસ્ત્ર દળોના પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.બીજી તરફ, મીડિયા રિપોટ્ર્સ અનુસાર, મંગળવારે એક સાંસદે માહિતી આપી હતી કે વીકેન્ડ દરમિયાન પૂર્વ માલીના મેનાકા વિસ્તારમાં ૈંજીૈંજી સાથે જોડાયેલા આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં માસૂમ બાળકો અને વૃદ્ધો સહિત ૪૮ લોકોના મોત થયા છે. આતંકવાદી સમૂહે સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા હતા. આતંકવાદીઓનો આરોપ હતો કે આ લોકોએ માલીની સેનાને ૈંજીૈંજીના ઠેકાણાઓ વિશે માહિતી આપી હતી, જેના આધારે સેનાએ તે આતંકી ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા હતા.

