૨,૪૭૪ બોટલ દારૂ, ક્રેટા કાર અને બે મોબાઇલ સહિત કુલ રૂ. ૧૪,૫૨,૮૪૪નો મુદ્દામાલ કબજે
ચિત્તરંજન છાટબાર
Babra, તા. ૨૮ઃ
Babra પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરીને સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૨,૪૭૪ બોટલો ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે દારૂના જથ્થા સહિત કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૪,૫૨,૮૪૪નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને પકડી પાડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસરાની રાહબરી હેઠળ બાબરા પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ રાજભા વાઘેલાને સંયુક્ત બાતમી મળી હતી કે, સફેદ કલરની ક્રેટા કારમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરીને કરીયાણા રોડ તરફથી બાબરા તરફ આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસ સ્ટાફે બાબરા કરીયાણા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતાં તેને રોકવાનો ઇશારો કરવામાં આવ્યો હતો, પરંતુ કારચાલકે કાર ઊભી રાખવાને બદલે ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કારના કાચ તૂટી ગયા હતા. ત્યારબાદ કારમાંથી ભાગવાનો પ્રયાસ કરતા બે શખ્સોને પોલીસે દોડીને પકડી પાડ્યા હતા.
કારની તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેમાં રોયલ સ્ટેગ ક્લાસિક વ્હિસ્કીની ૧,૯૨૦ બોટલ, રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૪૦૨ બોટલ, રોયલ સ્ટેગ બેરલ સિલેક્ટ વ્હિસ્કીની ૩૨ બોટલ અને બુડવાઇઝર મેગ્નમ પ્રીમિયમ બિયરની ૧૨૦ બોટલ મળી કુલ ૨,૪૭૪ બોટલો કબજે કરવામાં આવી હતી.
દારૂના જથ્થાની કિંમત રૂ. ૪,૩૭,૮૪૪, હ્યુન્ડાઈ ક્રેટા કારની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ અને બે મોબાઇલ ફોનની કિંમત રૂ. ૧૫,૦૦૦ મળી કુલ રૂ. ૧૪,૫૨,૮૪૪નો મુદ્દામાલ સાથે રાજસ્થાનના શ્રવણકુમાર બાબુલાલ બોલા, ઉંમર ૨૧ વર્ષ, વ્યવસાયે મજૂરી, રહે. બોલોકા પાડા, ગોડા, તા. શેરવા, જી. બાડમેર, રાજસ્થાન.સુનીલ ભીખારામ ગોદારા, ઉંમર ૨૦ વર્ષ, વ્યવસાયે મજૂરી, રહે. કુંડકી, પોસ્ટ કેરિયા, તા. ચીતલવાના, જી. જાલોર, રાજસ્થાન વાળા ને પકડી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ ટીમની કામગીરીઃઆ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરા સહીત હેડ કોન્સ્ટેબલ રાજભા વાઘેલા, અનોપસિંહ સોલંકી,ગોકળભાઈ રાતડિયા,વિજયભાઈ ચારડિયા ભરતભાઈ મકવાણા સહીત ના જોડાયા હતા બાબરા પોલીસ મથક માં થોડા દિવસો પહેલા પી આઈ તરીકે હાજર થયેલા એમ બી ઔસુરા દ્વારા છેલ્લા આઠ માં નોંધપાત્ર ચોરી ના ભેદ ઉકેલી અને વિદેશી દારૂ ની હેરફેર અટકાવવા ઘોસ બોલાવતા અસામાજિકો માં ફફડાટ સાથે ભદ્ર સમાજ માં પોલીસ ની છબી સુધરતી જણાય આવે છે

