Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ
    • Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા
    • Surendranagar મેળાના મેદાન ખાતે ૧૨ દિવસીય સ્વદેશી મેળાનો શુભારંભ
    • Manavadar: બાંટવામાંથી દિવાળી ટાણે ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ફ્રી ફાયર ગેમના સંપર્કથી સગીરાનું અપહરણ! પોલીસે આસામમાંથી આરોપીને ઝડપી લીધો
    જામનગર

    Jamnagar: ફ્રી ફાયર ગેમના સંપર્કથી સગીરાનું અપહરણ! પોલીસે આસામમાંથી આરોપીને ઝડપી લીધો

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોબાઇલ ગેમમાં ઓળખાણ કેળવી, મેસેજ અને ફોન દ્વારા સંપર્ક કર્યા બાદ સગીરાને લલચાવી-ફોસલાવી લઈ ગયો; બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપામાંથી બાળાને મુક્ત કરાવી પરિવારને સોંપાઈ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૮ઃ

    મોબાઇલમાં રમાતી ફ્રી ફાયર વીડિયો ગેમના માધ્યમથી સગીર બાળા સાથે સંપર્ક કેળવી તેનું અપહરણ કરવાના ગુનામાં જામનગર સીટી એ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી સગીરાનું અપહરણ થયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકિન્કલ એનાલિસિસના આધારે તપાસ આગળ ધપાવી આસામ રાજ્યના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામેથી બાળાને શોધી કાઢી હતી. પોલીસે આરોપી પ્રદ્યુત કાર્તીક ચૌધરી (ઉંમર ૨૪)ને ઝડપી લઈ સગીરાને તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સોંપી હતી.

    આ અંગેની વિગતો મુજબ, ગત તા. ૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજના આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યો શખસ લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયો હતો. આ બનાવ અંગે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં સગીરાને શોધી કાઢવા તપાસ શરૂ કરવામાં આવી હતી.

    રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની તથા શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાના નેતૃત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર. ધોરીયા અને સ્ટાફ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સીસીટીવી ફૂટેજની ચકાસણી સાથે હ્યુમન સોર્સ અને ટેકિન્કલ એનાલિસિસનો સહારો લેવામાં આવ્યો હતો.

    પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજાની તપાસમાં મહત્વની કડી મળી હતી. સગીરા મોબાઇલ ફોનમાં ફ્રી ફાયર વીડિયો ગેમ રમતી હતી અને આ ગેમમાં એક અજાણ્યા શખસે આઈડી બનાવી તેની સાથે રમવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ગેમમાં મેસેજ મારફતે વાતચીત કરી સગીરાનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને ફોન દ્વારા સંપર્ક વધારી તેને લલચાવી-ફોસલાવી લઈ ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સગીરા આસામ રાજ્યના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામે હોવાની માહિતી મળતાં પોલીસ દ્વારા તાત્કાલિક આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર. ધોરીયા, એ.એસ.આઈ. રવીરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજા અને ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજાની ટીમને આસામ મોકલી હતી. ત્યાં સઘન તપાસ હાથ ધરતાં સગીરા આરોપી પ્રદ્યુત કાર્તીક ચૌધરી (ઉંમર ૨૪, રહે. જોગીઘોપા, જિલ્લો બોંગાઈગાંવ, આસામ) સાથે મળી આવી હતી. પોલીસે સગીરાને શોધી મુક્ત કરાવી તેના માતા-પિતાને સોંપી હતી. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર. જોરીયા, એ.એસ.આઈ. રવીરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

    મોબાઇલ ગેમ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે બાળકો અજાણી વ્યક્તિઓના સંપર્કમાં આવી શકે છે. આવી સ્થિતિમાં વાલીઓએ બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવી, અજાણ્યા વ્યક્તિઓ સાથે મોબાઇલ નંબર કે અંગત માહિતી શેર ન કરવા સમજાવવું અને કોઈ લાલચ, દબાણ કે ધમકી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પ્રોત્સાહિત કરવું જરૂરી છે, તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiના પ્રેમજીનગર ગામે લોખંડ પાઈપ ઝીકી કારમાં નુકશાન, જાનથી મારી નાખવાની ધમકી
    Next Article Karwa Chauthનું વ્રતનું માહાત્મ્ય-પૌરાણિક કથા અને શાસ્ત્રોક્ત મહત્વ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ઘરે રમવા આવતી ૧૩ વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

    October 28, 2026
    જામનગર

    Jamnagarમાં હિંગળાજ ચોકમાં દુકાન સામે બેસવાની ના પાડતાં ટ્રાન્સપોર્ટરના માથામાં પાઇપનો ઘા ઝીંક્યો

    October 27, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ટ્રકની ટક્કરથી બાઇકસવાર શ્રમિક દંપત્તિ ખંડિત, પત્નીનું કરુણ મોત

    October 27, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુરના ઈશ્વરિયા ગામે મકાનમાંથી રૂ. ૩.૪૦ લાખની રોકડ રકમની ચોરી, મિત્ર પર આરોપ

    October 27, 2026
    જામનગર

    Jamnagarમાં એક જ રાતમાં ચોરીના બે બનાવઃ ફ્રૂટની દુકાન અને બંધ મકાનમાંથી રૂ. ૨.૬૯ લાખનો મુદ્દામાલ ચોરાયો

    October 21, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં રસ્તે રઝળતાં પશુઓને કારણે થયેલ અકસ્માતમાં બે વ્યક્તિનાં કરુણ મોત

    October 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,950
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹190,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-10-2026 00:21
    Categories
    Latest News

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026

    Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 28, 2026

    Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ

    October 28, 2026

    Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા

    October 28, 2026
    Search
    Main News

    કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી : DA માં ૩% નો વધારો

    October 28, 2026

    Arnab Cycloneનો કહેરઃ ૧૫૦ કિમીની ઝડપે પવન, ભારે વરસાદથી દરિયાકાંઠે તબાહી

    October 28, 2026

    Andhra Pradeshમાં ત્રણ લોકોના મોત,વાવાઝોડાથી સેંકડો વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા,ઓડિશાના અનેક જિલ્લાઓમાં ચેતવણી

    October 28, 2026

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં: Rahul Gandhi

    October 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.