(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૯ઃ
જુના અંજીયાસર ગામમાં જૂની સરકારી શાળા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે જુના અંજીયાસર ગામની જૂની સરકારી શાળા પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અકબર દાઉદ ભટ્ટી, રમજાન હારૂન ભટ્ટી, જુનસ ગુલામહુશેન ભટ્ટી અને હનીફ અકબર ભટ્ટી એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૨૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

