(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૯ઃ
મોરબી રાજકોટ હાઇવે પર પુરઝડપે જતા ટેન્કર ચાલકે ઈ બાઈકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં ઈ બાઈક ચાલક આધેડ પડી જતા ટેન્કરના પાછળના ટાયરનો જોટો ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું ટંકારા તાલુકાના વીરપર ગામના રહેવાસી ચુનીલાલ વિરજીભાઈ વાઘડીયા (ઉ.વ.૫૫) વાળાએ ટેન્કર જીજે ૩૬ વી ૮૨૮૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રોજ બપોરે ફરિયાદીના નાના ભાઈ નવનીતભાઈ વિરજીભાઈ મોરબી રાજકોટ હાઈવે પર ટંકારાથી થોડે દુર ઈ બાઈક ચલાવી જતા હતા ત્યારે ટેન્કર ચાલકે ઈ બાઈકને ટક્કર મારી હતી જેથી નવનીતભાઈ નીચે પડી ગયા હતા અને ટેન્કરના પાછળના ટાયરનો જોટો ફરી વળતા શરીરે, કપાળ અને વાંસાના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું ટંકારા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

