(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૮ઃ
ઉંચી માંડલ ગામથી તળાવીયા શનાળા જતા રોડ પર ટ્રક ટ્રેઇલર ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.મોરબીના ત્રાજપરમાં રહેતા સંતોષ શામજીભાઈ જંજવાડિયા (ઉ.વ.૩૦) વાળાએ ટ્રેઇલર ટ્રક આરજે ૧૯ જીએફ ૫૫૪૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ના રોજ રાત્રીના નવ વાગ્યે ફરિયાદીના સાળા હિતેશભાઈ બાઈક જીજે ૩૬ એબી ૪૨૨૮ લઈને ઉંચી માંડલ ગામથી તળાવીયા શનાળા ગામ તરફ જતા હતા ત્યારે સિરામિક નજીક ટ્રેઇલર ચાલકે પુરઝડપે પોતાનો ટ્રક ચલાવી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના સાળા હિતેશને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
જાહેરમાં જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઈ
શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડમાં જાહેરમાં જુગાર રમતી આઠ મહિલાઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૯,૭૫૦ જપ્ત કરી છેમોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મેઈન શેરીમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતી મંજુબેન નાથાભાઈ લુણી, પુજાબેન મનીષભાઈ શેરશીયા, દિવ્યાબા દેવદીપસિંહ ઉર્ફે મયુરસિંહ જાડેજા, ટ્વિન્કલબેન નરેશભાઈ જશાપરા, વિલ્પાબેન હસમુખભાઈ વરમોરા, પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઈ રાઠોડ, ધનેશ્વરીબેન સંજયભાઈ સોનગ્રા અને લીલાબેન ઉર્ફે ઇલાબેન આનંદભાઈ ઉર્ફે અણદાભાઈ મહાલીયા એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૩૯,૭૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

