Mumbai, તા.૩૧
બોલીવુડ એક્ટ્રેસ Shraddha Kapoorની આગામી ફિલ્મ ઈઠા અત્યારે ભારે ચર્ચામાં છે. લાંબા સમય પછી આ ફિલ્મ દ્વારા શ્રદ્ધા વાપસી કરી રહી છે. મેકર્સે ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે રણદીપ હુડ્ડા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. મેડૉક ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું ડિરેક્શન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે અને દિનેશ વિજન તેને પ્રોડયુસ કરી રહ્યા છે.
સામે આવેલા આ નવા ટ્રેલરમાં Shraddha Kapoorનો એક અત્યંત દમદાર અને અલગ જ અવતાર જોવા મળ્યો છે.ટ્રેલરની શરૃઆત દમદાર ડાયલોગ્સ અને એક મજબૂત વાર્તાની ઝલક સાથે થાય છે. જેમાં પાત્રના સંઘર્ષ, જુસ્સા અને લોકકળા સાથે જોડાયેલી દુનિયાને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ટ્રેલરના એક ખાસ ભાગમાં મરાઠી સંસ્કૃતિ અને પરંપરાગત પરિધાન નવવારી સાડીનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે, જ્યાં તેના માન-સન્માનને પડદા પર ઉતારવામાં આવ્યું છે.
ફિલ્મમાં દર્શકોને ડ્રામા, ઈમોશન અને શાનદાર એક્ટિંગનું જબરદસ્ત કોમ્બિનેશન જોવા મળશે.કેવું છે શ્રદ્ધા કપૂરની ઈઠાનું ટ્રેલર?શરૃઆતમાં શ્રદ્ધા કપૂરના પાત્રનો એક ઈમોશનલ સમય બતાવવામાં આવ્યો છે, જ્યારે તે કહે છેઃ તેં જ કહ્યું હતું જોઈએ શું તૂટે છે? મારો ભરોસો કે મારો ઘમંડ. મારો ભરોસો જ મારો ઘમંડ હતો, જ્યારે એ તૂટી ગયો ને ત્યારે બધું જ તૂટી ગયું. આ પછી તે સીન દેખાય છે જ્યાં તેની સફળતા દર્શાવાઈ છે, એ એવોડ્ર્સ છે જે આ સંઘર્ષને દર્શાવે છે. પરંતુ તૂટવાથી લઈને બનવા સુધીની સફર જ ઈઠામાં બતાવવામાં આવી છે. કેવી રીતે એ નાની બાળકી અહીં સુધી પહોંચી તેની એક ઝલક આ ટ્રેલરમાં જોવા મળે છે.બીજી તરફ, ટ્રેલરના અંતિમ ભાગમાં નવવારી સાડીને લઈને ખૂબ જ શાનદાર ડાયલોગ છે.
જ્યાં કોઈ પૂછે છેઃ કઈ સદીના કપડાં પહેરીને આવી ગઈ આ સ્ત્રી? અને જવાબ મળે છેઃ નવવારી કહેવાય છે આને… આ માત્ર કાપડ નથી અભિમાન છે… આ મરાઠી સાડીનું સન્માન છે અને મરાઠી માતાની ઓફ્રખ છે.ફિલ્મ ઈઠામાં Shraddha Kapoor મહાન લાવણી અને તમાશા કલાકાર વિઠ્ઠાબાઈ નારાયણગાવકરનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ તેમના જીવન પર આધારિત છે અને શ્રદ્ધા કપૂરની શાનદાર એક્ટિંગ જોઈને દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહી છે. લોકોએ ટ્રેલર પર કમેન્ટ કરતાં લખ્યું કે આ કમબેક સૌથી જબરદસ્ત રહેવાનું છે, તો કોઈ લખે છે કે પાવરફુલ, આ ફિલ્મ ચોક્કસ બ્લોકબસ્ટર સાબિત થશે. એકંદરે આ ફિલ્મ તેમના જીવન, સંઘર્ષ અને કળા પર આધારિત એક બાયોગ્રાફિકલ ડ્રામા છે, જેમને મહારાષ્ટ્રની લોકકળા અને તમાશાની દુનિયામાં તમાશા સમ્રાજ્ઞાી તરીકે ઓળખવામાં આવે છે.

