Kevadia,તા.૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એકતાનગર (કેવડિયા) ખાતે પહોંચ્યા હતા. Sardar Patelની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ઉજવાઈ રહેલા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને એકતાનગરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા છે. આ સાથે એકતાનગરમાં (૪૦૦ કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ) પણ કરવામાં આવ્યું છે. એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને થઈ હતી. વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પહોંચીને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Sardar Patelની જન્મજયંતીને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના એકીકરણમાં સરદાર પટેલના ઐતિહાસિક યોગદાનને યાદ કરવા માટે એકતાનગર ખાતે દર વર્ષે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી બન્યા બાદ એકતાનગર દેશના મુખ્ય પ્રવાસન સ્થળોમાં સામેલ થયું છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. નવા વિકાસકાર્યો અને પ્રવાસન સુવિધાઓના વિસ્તરણથી એકતાનગરનું આકર્ષણ વધુ વધશે.
દરમિયાન વડાપ્રધાન મોદીએ એકતાનગર ખાતે આવેલા રેઈન ફોરેસ્ટની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે વામન વૃક્ષ વાટિકાની પણ મુલાકાત લીધી અને ત્યાંની વિવિધ વિશેષતાઓની જાણકારી મેળવી હતી.એકતાનગરમાં પ્રવાસન સાથે પર્યાવરણને જોડીને અનેક વિશેષ સ્થળો વિકસાવવામાં આવ્યા છે. રેઈન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકા પણ પ્રવાસીઓ માટે મહત્વના આકર્ષણો છે.
સરદાર પટેલની વિશાળ પ્રતિમા સામે યોજાયેલા કાર્યક્રમમાં દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો અને વિવિધ દળોના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

