Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ
    • Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા
    • Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો
    • Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો
    • સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી
    • Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી Rainની આગાહી
    ગુજરાત

    ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી Rainની આગાહી

    Vikram RavalBy Vikram RavalOctober 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૩૧

    ગુજરાતમાં કમોસમી Rainનું સંકટ હજુ ટળ્યું નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૨૪ કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૦થી વધુ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વધી છે.

    હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દીવમાં પણ વરસાદની શક્યતા છે.

    દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. આમ, રાજ્યના ૧૦થી વધુ વિસ્તારોમાં માવઠાની શક્યતાને પગલે ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની જરૂર છે.

    એક તરફ રાજ્યમાં કમોસમી Rainની આગાહી છે, તો બીજી તરફ આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ૨થી ૩ ડિગ્રી સુધી ઊંચકાઈ શકે છે. એટલે કે આગામી ૨૪ કલાક વરસાદી માહોલ રહ્યા બાદ લોકોને ફરી ગરમીનો અનુભવ થઈ શકે છે.

    સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અચાનક આવેલા વરસાદને કારણે કપાસ, મગફળી અને સોયાબીન જેવા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

    અમરેલી જિલ્લાના વડિયામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

    અમરેલી જિલ્લાના બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. હડાળા, માવજીજવા, પીઠડિયા, ખારી અને ડેરી પીપરીયા સહિતનાં ગામોમાં વરસાદ પડતાં ખેતીના પાકને નુકસાન થવાની ચિંતા વધી છે. કુકાવાવ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો.

    કમોસમી વરસાદ વચ્ચે અમરેલી જિલ્લાના સકરવા ગામમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ખેતમજૂરી કરી રહેલાં માધીબેન મકવાણા પર આકાશી વીજળી પડતાં તેમનું મોત થયું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

    રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ડોડીયાળા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતાં ખેતરોમાં તૈયાર મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ચાર મહિનાની મહેનત બાદ તૈયાર થયેલા પાક પર વરસાદને કારણે પાણી ફરી વળ્યું છે.

    rain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો
    Next Article ૧ નવેમ્બર ૨૦૨૬ થી ૭ નવેમ્બર સુધીનું Horoscope
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો

    October 31, 2026
    ગુજરાત

    Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ

    October 31, 2026
    ગુજરાત

    Mehsana: ગેમિંગનાં નાણાં સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ

    October 31, 2026
    ગુજરાત

    મોદીએ Sardar Patelને શ્રદ્ધાંજલિ આપી ૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

    October 31, 2026
    અમદાવાદ

    દેશભરમાં Gujarat Policeના ૬ અધિકારીઓનો ડંકોઃ રાષ્ટ્રીય એકતા દિવસે પ્રતિષ્ઠિત ’દક્ષતા પદક-૨૦૨૬’થી સન્માનિત

    October 31, 2026
    અમદાવાદ

    Pm Modi ક્યાંય નહીં જાય,” જાણો કેવી રીતે, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 21:27
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026

    Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો

    October 31, 2026

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    Search
    Main News

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.