(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૧ઃ
ઘૂટું ગામ નજીક આવેલ રામકો સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષના યુવાનને મહિલાઓ સહિતના આઠ ઇસમોએ માર માર્યો હતો શેરીમાં પાણી કાઢવા બાબતે લાકડાના ધોકા વડે માર મારી યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
Morbiના ઘૂટું ગામની રામકો વિલેજ સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાઠોડ (ઉ.વ.૩૬) નામના યુવાને આરોપીઓ દીલુભાઈ પઢીયાર, શક્તિ દીલુભાઈ પઢીયાર, મેહુલ દીલુભાઈ પઢીયાર, શક્તિ દીલુભાઈ પઢીયારના પત્ની, મેહુલ દીલુભાઈ પઢીયારના પત્ની, દીલુભાઈના પત્ની, વિપુલ ભીખાભાઈ પઢીયાર અને દીલુભાઈના બાજુમાં રહેતો અજાણ્યો માંસ એમ આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સોસાયટીમાં રહેતા આરોપીઓના ઘર પાસે બાઈક લઈને યુવાન પહોંચ્યો ત્યારે આરોપી દીલુભાઈ પઢીયારે શેરીમાં પાણી કેમ કાઢો છો કહીને ગાળો આપી હતી અને અન્ય આરોપી લાકડાના ધોકા લઈને આવી ઝપાઝપી કરી હતી
યુવાનને પકડી રાખી અન્ય ઇસમોએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી મોરબી તાલુકા પોલીસે એક જ પરિવારના સભ્યો સહીત આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

