પં.ડો. હિતેષ એ. મોઢા, જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
(૧) મેષ — આ સપ્તાહે વ્યાપાર-ધંધા સંબંધિત અધૂરાં રહી ગયેલા તેમજ સ્થગિત થયેલ કામકાજ પૂર્ણ થઈ જવાની સંભાવના. ધંધા-વ્યવસાયના નવા કામકાજના પ્રારંભ માટે આ સપ્તાહ બહુ સાનુકૂળ નીવડશે. નાની મશીનરી વાળા સ્પેરપાર્ટના ઔદ્યોગિક એકમના જાતક તેમજ તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે. આ સિવાય, અન્ય તમામ કદના, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપારિક એકમના જાતક તથા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે. વિદ્યાર્થી, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૩ નવેમ્બર સરેરાશ જણાશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ — સર્વિસ બિઝનેસના જાતક તથા ફાઈનાન્સ એકમ, શરાફી પેઢીના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડે તેવી પૂરી શક્યતા. ઇલેક્ટ્રિસિટી સંબંધિત ઉત્પાદનના ઔદ્યોગિક એકમના જાતક તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડશે. આ સિવાયના અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તેમજ મોટા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડે તેવી સંભાવના. નાના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. ૩ નવેમ્બર મધ્યમ જણાશે.
(૩) મિથુન — યોગ/ધ્યાન સેન્ટર, જિમ ફિટનેસ એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડે તેવી શક્યતા. હસ્ત વણાટ, લિનેન, ખાદી, કોટન ફેબ્રિક, ફર્નિશિંગ, અપહોલ્સ્ટ્રીઝ, રેડીમેડ ગારમેન્ટ એકમના જાતક તથા ફેશન એસેસરીઝ સંબંધિત તમામ નાના-મોટા ઔદ્યોગિક એકમ તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ભારે દોડધામવાળું અને વ્યસ્ત નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૫ નવેમ્બર સાધારણ નીવડશે.
(૪) કર્ક — વિદ્યુત તથા પ્રવાહી, સઘન જ્વલનશીલ પદાર્થ સંબંધિત ઔદ્યોગિક એકમ તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. હેવી મશીનરી સંબંધિત ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે. રંગ તથા રસાયણના ઔદ્યોગિક, વ્યાપારિક એકમના જાતક માટે ભાગદોડ તથા ચડાવ-ઉતારવાળું સપ્તાહ. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. નાના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારી રહેશે. ૬ નવેમ્બર સાધારણ જણાશે.
(૫) સિંહ — ઉત્તરી વિસ્તાર તથા પશ્ચિમ વિસ્તાર તથા વિદેશ સાથે જોડાયેલ વ્યાપારિક એકમના જાતક તથા વ્યવસાયિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડે તેવી પૂરી શક્યતા. તમામ કદના, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. આ સપ્તાહે વ્યાપારિક એકમના જાતક તથા વ્યવસાયિક એકમના જાતક માટે આ સપ્તાહ અનેક પ્રકારે આર્થિક લાભ આપશે તેમજ તેવાં અનેક અવસર મળશે તેવી પૂર્ણ સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. પરિવાર તરફથી સહકાર મળે તેવી શક્યતા. નિવૃત્ત, મહિલાકર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૬ નવેમ્બર મધ્યમ નીવડશે.
.(૬) કન્યા — આ સપ્તાહ દરમિયાન, અવૈધ વહીવટ-વ્યવહારથી વિશેષ કાળજી રાખવી, નહીં તો વાયરલ થવાની પૂરી શક્યતા. લેખક, વિચારક તથા સંત, મહંત, લોકસાહિત્યકાર કે લોકગાયક માટે આ સપ્તાહ સાવ સામાન્ય અથવા પ્રતિકૂળ નીવડે તેવી પૂર્ણ સંભાવના. હર્બલ પ્રોડક્ટના ઔદ્યોગિક એકમના જાતક તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે તેવી પૂરી શક્યતા. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સામાન્ય જણાશે. ૩ નવેમ્બર મધ્યમ જણાશે.
(૭) તુલા — જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિ તેમજ તથાકથિત અથવા પ્રોકલેમ સેલેબલ જાતક તેમજ પબ્લિક ફિગર માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. અગરબત્તી તથા તમામ પ્રકારના સુગંધિત દ્રવ્ય તેમજ પરફ્યુમના ઔદ્યોગિક એકમના જાતક તથા તેના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયક નીવડશે તેવી પૂરી શક્યતા. આ સિવાયના, અન્ય તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ભારે દોડધામવાળું નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ૫ નવેમ્બર સામાન્ય રહેશે.
(૮) વૃશ્ચિક — રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટેશન તથા વેરહાઉસિંગ એન્ડ કોલ્ડ સ્ટોરેજ લીઝિંગ એકમના જાતક માટે આ સપ્તાહ સામાન્ય અથવા સાવ સરેરાશ નીવડશે તેવી પૂરી શક્યતા. હેવી મશીનરીના ઔદ્યોગિક એકમના જાતક તેમજ તેના વ્યાપારિક એકમના જાતક તેમજ ધાતુના વ્યાપારિક જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અતિ દોડધામવાળું તથા લાભદાયક પણ નીવડશે. નાના વ્યાપારી એકમના જાતક માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૭ નવેમ્બર સાધારણ નીવડશે.
(૯) ધન — નવા ઉદ્યોગ-ધંધા-વ્યવસાયને પ્રારંભ કરવા માટે આ સપ્તાહ બહુ લાભકારક અને સફળ નીવડી શકે તેવી પૂર્ણ સંભાવના. નાના તથા ટૂંકા ગાળાના રોકાણકર્તા માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. લીગલ શેરબજારના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે તેવી શક્યતા. તમામ કદના, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાવ સરેરાશ નીવડશે. જથ્થાબંધ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભકારી નીવડશે. છૂટક વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી નીવડશે. નિવૃત્ત, મહિલાકર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૪ તથા ૬ નવેમ્બર સામાન્ય રહેશે.
(૧૦) મકર — મકર રાશિના તમામ જાતક માટે આ સપ્તાહ નિરાંતવાળું નીવડશે, સાથે અનેક રીતે લાભદાયક પણ રહેશે તેવી પૂર્ણ સંભાવના. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારક નીવડશે. છૂટક તથા નાના વ્યાપારિક એકમના તમામ જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ સાથે બઢતીની સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભદાયક તથા સાનુકૂળ સપ્તાહ. ધંધા-વ્યવસાય હેતુ લાંબો પ્રવાસ થવાની સંભાવના. સગા તેમજ સ્નેહી તરફથી સાથ-સહકારના સંયોગ અને સંભાવના. મહિલાકર્મી માટે આ સપ્તાહ બહુ લાભદાયક જણાશે. વિદ્યાર્થી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ આખું અઠવાડિયું સાનુકૂળ નીવડશે.
(૧૧) કુંભ — કાયદો અને વ્યવસ્થાતંત્ર તેમજ રેવન્યુ ડિપાર્ટમેન્ટ્સના ઉચ્ચ અધિકારી માટે આ સપ્તાહ અતિ ભાગદોડવાળું તથા બહુ લાભદાયક નીવડશે. આ સિવાયના, સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે તેવી શક્યતા. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરના તથા સોશિયલ મીડિયા માર્કેટિંગ એન્ડ તેની પીઆર એજન્સીના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે તેવી પૂર્ણ સંભાવના. તમામ કદના, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક તથા નવી તકવાળું નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. આ સપ્તાહે પણ પરિવાર તરફથી સહકાર મળે તેવી સંભાવના. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. ૧ તથા ૩ નવેમ્બર અર્ધ-મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય, શ્રમદાન)
(૧૨) મીન — ખાનગી ફાઈનાન્સ એકમના જાતક તેમજ શરાફી પેઢીના જાતક માટે આ સપ્તાહ ભારે ચડાવ-ઉતારવાળું તથા પ્રતિકૂળ નીવડશે તેવી પૂર્ણ સંભાવના. પ્રિ-ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરના ઉત્પાદક એકમના જાતક તથા સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ ઓડિટિંગ એન્ડ બિલ્ડિંગ સ્ટેબિલિટી કન્સલ્ટન્સી એકમના જાતક તથા રેડીમેડ કોંક્રીટ () એકમના જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તેમજ સાવ સરેરાશ નીવડશે તેવી પૂરી શક્યતા. દરેક પ્રકારના, દરેક કદના ઔદ્યોગિક એકમના જાતક તથા નાના-મોટા તમામ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ અને સંવાદિતા જળવાશે તેવી પૂર્ણ સંભાવના. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૪ તથા ૬ નવેમ્બર મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય, દાન + અભ્યંગ સ્નાન)

