(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૧ઃ
Morbi અને વાંકાનેર પંથકમાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છેપ્રથમ બનાવમાં મોરબીના કાયાજી પ્લોટ શેરી નં ૩ માં રહેતા ભાવિક દીપકભાઈ મલર (ઉ.વ.૨૮) નામના યુવાને ગત તા. ૩૦ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં મોરબીના પીપળી ગામે રહેતા નજીરહુશેન મનીરહુશેન અંશારી બેલા રંગપર નજીક આવેલ વિકોન સિરામિકના માટી વિભાગમાં પોતાનું આઈસર ટ્રક જીજે ૧૨ બીટી ૨૯૦૧ ચાલુ રાખી જમવા જતા હતા ત્યારે આઈસર પોતાની મેળે આગળ દડવા (રળવા) લાગ્યું અને ટ્રકને આગળના ભાગે ઉભું રાખવા જતા આઈસર અને દીવાલ વચ્ચે આવી જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામમાં રહેતા ભરતભાઈ છનાભાઇ ધરજીયા (ઉ.વ.૪૦) વાળા ગામની સીમમાં વાડીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી અને વાંકાનેર પોલીસે ત્રણેય બનાવો મામલે વધુ તપાસ હાથ ધરી છે

