સૌરાષ્ટ્રમાં દારૂ ઘુસાડવાનું કાવતરું નિષ્ફળ, એસ.પી પ્રેમસુખ ડેલુના આદેશથી સઘન ચેકિંગ
૩૪,૨૩૬ બોટલ દારૂ અને વાહન મળી રૂ. ૧.૪૨ કરોડનો મુદ્દામાલ જપ્ત,ચાલક અંધારાનો લાભ લઈ ફરાર
(મહેશ રાવલ દ્વારા)
Surendranagar તા.૩૧ઃ
ગુજરાતમાં દારૂબંધીના કાયદાને કડક બનાવવા માટે પોલીસ સતત સક્રિય છે ત્યારે ઝાલાવડમાંથી અત્યાર સુધીમા સૌથી મોટો દારૂનો જથ્થો ઝડપાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-વિરમગામ હાઇવે પર બાતમીના આધારે પાટડીના માલવણ હાઈવે પર શેડલા ગામના બોર્ડ પાસે બજાણા પોલીસે છટકું ગોઠવી શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો. ટ્રક ચાલક ટ્રક લઈને શેડલા ગામ તરફ ભાગ્યો. પોલીસે ફિલ્મીઢબે તેનો પીછો કરીને ટ્રકને ઝડપી લીધો હતો ગામના બોર્ડ પાસે ચાલક ટ્રક રસ્તા પર જ મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો. પોલીસે રૂપિયા એક કરોડની કિંમતનો વિદેશી દારૂની ૩૪,૨૩૬ બોટલો ભરેલી ટ્રક પકડી. ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો. દારૂ અને ટ્રકની મળી રૂ. ૧,૪૨,૦૮,૯૫૨નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે
વધુ વિગત મુજબ દિવાળીના તહેવાર પૂર્વે બુટલેગરો દ્વારા સૌરાષ્ટ્રમાં મોટાપાયે વિદેશી દારૂ કુશળવામાં આવી રહ્યા હોવાની સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સઘન સૌરાષ્ટ્રમાં પ્રવેશતા તમામ માર્ગો પર સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવા આપેલી સુચના ને પગલે બજાણા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.કે. વાઘેલા, યશપાલસિંહ રાઠોડ, વલ્લભભાઈ અને હિતેષભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે પોલીસને બાતમી મળી કે વિરમગામથી ધ્રાંગધ્રા તરફના માલવણ હાઈવે પર દારૂ ભરેલી ટ્રક આવી રહી છે.
માલવણ હાઈવે પર શેડલા ગામના બોર્ડ પાસે પોલીસે છટકું ગોઠવી શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો. ટ્રક ચાલક ટ્રક લઈને શેડલા ગામ તરફ ભાગ્યો. પોલીસે ફિલ્મીઢબે તેનો પીછો કરીને ટ્રકને ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસે ટ્રકની તલાશી લેતાં તેમાંથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી કુલ ૩૪,૨૩૬ બોટલો કિંમત રૂ.૧.૦૨ કરોડનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. આથી ઈંગ્લીશ દારૂના જથ્થા અને ટ્રક સહિત કુલ રૂ.૧.૪૨ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આટલી મોટી કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસને જોઈ ટ્રક મૂકીને નાશી છૂટેલા ચાલકને ઝડપી પાડવા બજાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

