Mumbai, તા.૩
Anurag Kashyapની મુશ્કેલીમાં વધારો ! બ્રાહ્મણ સમાજ પર વિવાદાસ્પદ ટ્વીટ કેસમાં સુરત કોર્ટે ફટકાર્યું વોરંટ, જાણો શું છે સમગ્ર મામલો. બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ વધી છે. બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં સુરતની ટ્રાયલ કોર્ટે તેમની સામે વોરંટ ઇશ્યૂ કર્યું છે.
અગાઉ સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં અને ન્યૂઝપેપરમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હોવા છતાં અનુરાગ કશ્યપ કોર્ટમાં હાજર રહ્યા નહોતા.બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્દેશક Anurag Kashyapની મુશ્કેલીઓ વધી છે. બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં સુરતની ટ્રાયલ કોર્ટે તેમની સામે વોરંટ ઇશ્યૂ કર્યું છે. અગાઉ સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં અને ન્યૂઝપેપરમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હોવા છતાં અનુરાગ કશ્યપ કોર્ટમાં હાજર રહ્યા નહોતા.
આ ગેરહાજરીને પગલે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હવે આ કેસમાં આગામી સુનાવણી ૨૪ ડિસેમ્બરે હાથ ધરાશે.મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કથિત અભદ્ર ટિપ્પણી કરવાના મામલે અનુરાગ કશ્યપ સામે સુરતની અદાલતમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે અગાઉ તેમને સમન્સ પાઠવ્યા હતા.જોકે, સમન્સ બજવણી છતાં તેઓ કોર્ટમાં હાજર થયા નહોતા. ત્યારબાદ કોર્ટના આદેશ મુજબ ૫ સપ્ટેમ્બરના રોજ મુંબઈનાં વર્તમાનપત્રોમાં જાહેર નોટિસ મારફતે સમન્સની બજવણી કરવામાં આવી હતી. આમ છતાં અનુરાગ કશ્યપ સુનાવણી દરમિયાન અદાલતમાં હાજર ન રહેતાં ટ્રાયલ કોર્ટે તેમની વિરુદ્ધ વોરંટ ઇશ્યૂ કરવાનો આદેશ આપ્યો છે.આ સમગ્ર વિવાદની શરૂઆત ૧૯ માર્ચ, ૨૦૨૫ના રોજ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ દિવસે અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રહ્મ સમાજ અને બ્રાહ્મણોને લઈને કથિત વાંધાજનક પોસ્ટ કરી હોવાનો આક્ષેપ છે.
આ પોસ્ટ સામે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ જોવા મળ્યો હતો.આ પોસ્ટના જવાબમાં આદિત્ય દત્તા નામના નાગરિકે અનુરાગ કશ્યપને પોસ્ટ ડિલિટ કરવા અને જાહેરમાં મર્યાદા જાળવવા અપીલ કરી હતી. જોકે, આરોપ મુજબ અનુરાગ કશ્યપે શાંતિપૂર્ણ જવાબ આપવાને બદલે સોશિયલ મીડિયા પર અપશબ્દોનો ઉપયોગ કરીને વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ આ મામલો વધુ વકર્યો હતો.આ મામલે ફરિયાદ નોંધાયા બાદ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા સમન્સ અને જાહેર નોટિસની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવા છતાં અનુરાગ કશ્યપ હાજર ન રહેતાં હવે તેમની સામે વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે.સુરતની ટ્રાયલ કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે ૨૪ ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. હવે આગામી સુનાવણીમાં આ કેસમાં કઈ કાર્યવાહી થાય છે અને અનુરાગ કશ્યપ કોર્ટમાં હાજર થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

