Paris, તા.૯
વોશિંગ્ટનથી શરૂ કરી શાંધાઈ સુધી દુનિયાભરના અનેક દેશો જ્યાં જ્યાં ભારતીયો વસ્યા છે, ત્યાં ત્યાં દીપોત્સવનો સમારંભ યોજાયા છે. પરંતુ અહીં (પેરિસમાં) દીપોત્સવ વિશિષ્ટ રીતે ઉજવવામાં આવી હતી. અહીંનાં સ્વામી વિવેકાનંદ કલ્ચર સેન્ટર (એસ.વી.સી.સી.)નાં ઉષા વેંક્ટરામને કઠપુતળી દ્વારા રામાયણ કથા રજૂ કરી. દીવાળીની ઉજવણીને નવું રૂપ-રંગ આપ્યું હતું. તેમાં ળાંસ સ્થિત ભારતનાં દૂતાવાસે પણ પૂરી સહાય કરી હતી.ઉલ્લેખનીય તો તે છે કે તેમાં તલિમ, હીન્દી, મરાઠી, તેલુગુ અને અંગ્રેજી ભાષાઓમાં કાવ્યો અને ગીતોને કઠપૂતળીના શો સાથે રજૂ કરાયાં હતાં. તે દ્વારા ભારતની વિવિધતામાં પણ રહેલી એકતા પ્રદર્શિત કરાઈ હતી.જેમાં દીપોત્સવનું મહત્ત્વ સમજાવતાં ઉષા વેંકટરામને ળેન્ચમાં કરેલાં સંબોધનમાં ત્યાં ઉપસ્થિત રહેલા ળેન્ચ નાગરિકોને કહ્યું હતું કે આ ઉત્સવ, અંધકાર પર પ્રકાશનો અને અસત્ય પર સત્યનો વિજય દર્શાવવા અમે દર વર્ષે યોજીએ છીએ. જે દુષ્ટ તત્ત્વો પર શુભ તત્ત્વોનો વિજય પણ દર્શાવે છે.દરમિયાન ભારત સ્થિત ળેન્ચ દૂતાવાસમાં પણ દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમાં પેરિસમાં યોજાયેલા કાર્યક્રમનો વિડીયો પણ રજૂ કરાયો હતો. ળાંસનાં રાજદૂત ડૉ. થીયરી મેથોએ તે પ્રસંગે આપેલાં તેઓનાં વક્તવ્યમાં ળાંસ અને ભારત વચ્ચેના સંબંધોનો ટૂંકો ઇતિહાસ પણ રજૂ કર્યો હતો. વાસ્તવમાં નવેમ્બર ૬ઠ્ઠીથી પેરિસમાં દીપોત્સવની ઉજવણી ચાલી રહી છે. તે અંગે એક વિડીયો પણ બનાવવામાં આવ્યો છે જે ભારત સ્થિત ળેન્ચ રાજદૂતાવાસમાં દર્શાવવામાં આવ્યો હતો.

